સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for સપ્ટેમ્બર 2010

દાદા હો દીકરી – લોકગીત

26/03/07

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નવ દેજો રે સૈ. વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. દાદા… દિ’એ દળાવે મને, દિ’એ દળાવે, રાતડીએ કંતાવે રે સૈ, પાછલે તે પરોઢીએ પાણીડાં મોકલે રે…. દાદા… ઓશીકે ઈંઢોણી મારે, ઓશીકે ઈંઢોણી, પાંગતીએ સિંચણિયું રે સૈ, સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે…. દાદા…. ઘડો ન ડૂબે મારો, ઘડો […]

નાવિક વળતો બોલિયો

26/03/07

નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ; સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર; અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક: સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર; બે મળીને શું જમે […]

હરિનો કાગળ

26/03/07

હરિનો કાગળ આવ્યો આજ ! જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ ! હરિનો કાગળ આવ્યો આજ ! હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ? હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ? કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ ! હરિનો કાગળ આવ્યો આજ ! અક્ષર સાથે છેટું એ શું […]