સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for મે 2009

ચૂકી છું

26/03/07

આંખનું દર્પણ બની એની સાથે રહી ચૂકી છું. જીવન અર્પણ કરી એની સાથે રહી ચૂકી છું. કાંટાળા પંથક પર ચાલી એનાથી દૂર થઈ ચૂકી છું. જીવનના અંત સુધી ચાલી એનાથી દૂર થઈ ચૂકી છું. – જાગૃતિ વાલાણી Advertisements

26/03/07

તું જ્યારે મા કહીને બોલાવે છે મારામાં હું જીવી ઊઠું છું આખું  આકાશ એક જ પળમાં મારી હથેડીમાં સમાઈ જાય છે જ્યારે તને વિચારું છું તારા ઓરડાની બારીએથી દૂર દૂર સુધી મને શોધતી તારી આંખો અને તને પામું છું શું એ સમયે તારા માથા પર ફરતો મારો હાથ તને સ્પર્શે છે? કોઈ રાતે જ્યારે તને […]

ગઝલ

26/03/07

સ્પર્શના ચાહક, ગઝલમાં આવ તું, યાદની માદક, ગઝલમાં આવ તું, ધૂળની ડમરી ચઢે તારા વગર, રોજની માફક, ગઝલમાં આવ તું આ નગરમાં હરઘડી ભૂકંપ છે, જિંદગી સાધક, ગઝલમાં આવ તું ચાંદની આપું તને માગ્યા વિના, ધૂપના યાચક, ગઝલમાં આવ તું હું તરાશું ઘાટ તારા અવનવા, આભના શાસક, ગઝલમાં આવ તું આજ આસિફ દે ઇજન આકાશને, […]