સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for ઓગસ્ટ 2008

તને જો ખોટું લાગે તો હું શું કરું?

26/03/07

તને ખોટું જો લાગે તો હું શું કરું? મને આછકલું અડવાની ટેવ. હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને; મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને. તને ભીનું ન લાગે તો હું શું કરું? મને કોરુંકટ રડવાની ટેવ. રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે? […]

હાઈકુ

26/03/07

ક્ષિતિજે સૂર્ય, અહીં ઓસનાં અંગે રંગ અપૂર્વ. * અર્ધ સોણલું અર્ધ જાગૃતિ મળ્યાં બાહુ બાહુમાં. * વરસે મેહ, ભીનાં નળિયા નીચે તરસ્યો નેહ. * વિદાય લેતું અંધારું, તૃણ પર આંસુને મેલી. -રાજેન્દ્ર શાહ

સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા….

26/03/07

ભીંત ઉપર

26/03/07

ભીંત ઉપર ચકલી બેઠી ને સૂરજ સરક્યો, બારીના સળિયાઓ તોડી તડકો થરક્યો, કૅલેન્ડરના પાને પાને સ્પર્શ સમયનો, ભીંત ઉપર પડછાયો ડોલે વધતી વયનો, ચાની ઊડતી વરાળમાં માછલીઓ તરતી, સૂરજનો માળો છોડીને ચકલી ભીંતે પાછી ફરતી. – આદિલ મન્સુરી