સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for જાન્યુઆરી 2008

વૃંદાવન મોરલી વાગે છે

26/03/07

વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે (૨) તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…. વૃંદા તે વનને મારગડે જાતાં દાણ દહીંના માગે છે. વૃંદાવન…. વૃંદા તે વનની કુંજગલીમાં, રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન…. પીળાં પીતાંબર જરકસી જામા, વહાલાને પીળો તે પટકો રાજે છે…વૃંદાવન…. કાને તે કુંડળ, મસ્તકે મુગટ, […]

મને કહોને-પ્રીતમલાલ મઝમુદાર

26/03/07

મને કહોને પરમેશ્વર કેવા હશે ? ક્યાં રહેતા હશે, શું કરતા હશે ? ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને, તારાને ગૂંથનારા કેવા હશે ? … મને કહોને આંબાની ઊંચી ડાળે ચડીને, મોરોને મૂકનાર કેવા હશે ? … મને કહોને મીઠા એ મોરોના સ્વાદ ચખાડી, કોયલ બોલાવનાર કેવા હશે ? … મને કહોને ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી, […]

જીવનની સમી સાંજે…..

26/03/07

ખુશ્બુમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુનાં પણ નામ હતાં? થોડાક ખુલાસા કરવા’તા, થોડીક શિકાયત કરવી’તી ઓ મોત જરા રોકાઈ જતે, બે ચાર મને પણ કામ હતાં જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી બહુ ઓછાં પાનાં જોઈ શકયો, બહુ અંગત અંગત નામ હતાં જે પેલા ખૂણે બેઠા […]