સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for the ‘Uncategorized’ Category

પ્રિયતમને…….

26/03/07

પામીને તને પામવાની ઝંખના તીવ્ર બનતી જાય છે. તને ખોવાના ખ્યાલ માત્રથી હૃદય દ્વવી જાય છે એવું શું છે તમારામાં જે મને તમારાથી બાંધી રાખે છે ભૂલી જવા મથું છું તમને પણ ભૂલી શકતી નથી. મળ્યા ત્યારે પામવાની ઝંખના અને પામીને તને ખોવાની વ્યથા શું તમે ક્યારેય એ સમજી શકશો? કે પછી હું તમને ક્યારેય […]

કાવ્ય

26/03/07

સમુદ્રની ખારાશ લઈને વાતા પવનો હોય, કે ગોરંભાયેલા ભર્યાં ભર્યાં કાળાં વાદળાંઓને ફંગોળાય પવનચક્કી ફર્યા કરે છે ગોળગોળ પૃથ્વી ફર્યા કરે છે ગોળગોળ ઘાંચીનો બળદ ફર્યા કરે છે ગોળગોળ આંખની કીકી મારી ગોળગોળ જોયા કરે છે બધું આશ્ચર્યવત્ કોને ખબર છે આ બધું ચાલ્યા કરશે ક્યાં સુધી આમ………. ગોળગોળ  – જયા મહેતા

મા

26/03/07

મા એટલે વાત્સલ્યની વીરડી મા એટલે સાક્ષાત પ્રેરણામૂર્તિ મા એટલે પ્રેમનો ઘૂઘવતો સાગર મા એટલે ભીની માટીની મહેક મા એટલે મીઠી પવનની લહેર મા એટલે આશાઓનું કિરણ મા એટલે સુખની ચરમસીમા મા એટલે શિક્ષકોની શિક્ષક મા એટલે મમતાનો હીંચકો મા એટલે હૃદયનો ધબકાર મા એટલે વૃક્ષની છાયા મા એટલે અમૃતકુંભ મા એટલે કુટુંબની સૂત્રધાર મા […]

ગઝલ-ગુલામ અબ્બાસ ‘નાશાદ’

26/03/07

હક હતો, માંગતા શરમ આવી, હાથ ફેલાવતાં શરમ આવી. ઘરથી મસ્જિદ છે બે કદમ છેટે, એટલું ચાલતાં શરમ આવી. મારી પાસે હજાર અનુભવ, પણ દાખલો આપતાં શરમ આવી. ડોળ કરવો પડ્યો, અજાણ્યા છે, નામ ઉચ્ચારતાં શરમ આવી. આયના રૂબરૂ નજર કરતાં, સામસામે થતાં શરમ આવી. પારકાનો તમાશો જોયો, પણ- ખુદનું ઘર બાળતાં શરમ આવી. આંખ […]

26/03/07

દિવાળીના દીવા લાગ્યા અંધારાં પીવા, માણસને જોઈ માણસ શાને લાગે બીવા? – ફિલિપ કલાર્ક

ઘડીક સંગ-નિરંજન ભગત

26/03/07

કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા, વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા, તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા ! હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની […]

દિવાળીના શુભ પર્વે……

26/03/07

ગુજરાતી જગતના સૌ વાચકમિત્રો અને બ્લોગ લખતા મારા સ્નેહીમિત્રોને દિવાળીના શુભ પર્વે શુભકામનાઓ….. આપ સૌનું નવું વર્ષ ખુશખુશાલીઓથી સમૃદ્ધ હોય એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના…….. શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

સીમા

26/03/07

મારી ઇચ્છાઓ, મારા વિચારો, મારા ન ઇચ્છવા છતાં વ્યક્ત થતા પ્રતિભાવો- ક્યારેક લંબાતા એ હાથોમાં મને મારી આંગળીઓ ઓગાળી નાખવાનું મન થાય છે. પણ તમારી અને મારી વચ્ચે રહેલું પાંપણ જેવડું અંતર કદાચ દુનિયાની કોઈ પણ સીમાઓ ઓળંગી નહીં શકે. તમારા-મારા સવાલના જવાબ કદી મળશે? – આશા ગોસ્વામી

ખુદ સમંદર – ‘બેફામ’

26/03/07

ખુદ સમંદર ઉડીને નદીને મળે, કાર્ય એવું ઉપાડી લીધું વાદળે. ફૂલને એણે કરમાવાં દીધાં નહીં, સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે. સિંધુ બનવાની એની તરસ જોઈને, રણને છલકાવી દેવું પડયું મૃગજળે. ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર, તારલા પણ હશે આંખના કાજળે. ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે, એટલે ઘરને બાંધી દીધાં સાંકળે. જે હ્રદયના […]

ગઝલ

26/03/07

સ્પર્શના ચાહક, ગઝલમાં આવ તું, યાદની માદક, ગઝલમાં આવ તું, ધૂળની ડમરી ચઢે તારા વગર, રોજની માફક, ગઝલમાં આવ તું આ નગરમાં હરઘડી ભૂકંપ છે, જિંદગી સાધક, ગઝલમાં આવ તું ચાંદની આપું તને માગ્યા વિના, ધૂપના યાચક, ગઝલમાં આવ તું હું તરાશું ઘાટ તારા અવનવા, આભના શાસક, ગઝલમાં આવ તું આજ આસિફ દે ઇજન આકાશને, […]