સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for નવેમ્બર 2007

મરવા પણ નથી દેતા-બેફામ

26/03/07

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં, છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં. ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી, અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં. હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે, સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં. ભલે મળતાં નથી, પણ એજ […]

તારી આંખનો અફીણી

26/03/07

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2) આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની…. તારી આંખનો અફીણી…. પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે […]

અસત્યોમાંહેથી….

26/03/07

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા, પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા; પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના, નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું, મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું, દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો, પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. પ્રભો તું […]

રૂપજીવિનીની ગઝલ

26/03/07

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે રોજ બત્તીનો સમય છે અને અંધારું છે. ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે આ નગરમાં તો સંબંધોના ધૂમાડા […]

જો તું હોત તો!

26/03/07

જો તું હોત એક અક્ષર તો તને ક્યારનો શબ્દમાં મૂકી દીધો હોત. જો તું હોત એક શબ્દ, તો તને ક્યારનો વાક્યમાં મૂકી દીધો હોત. જો તું હોત એક વાક્ય, તો તને ક્યારનો ફકરામાં મૂકી દીધો હોત. જો તું હોત એક ફકરો, તો તને ક્યારનો નિબંધમાં મૂકી દીધો હોત. જો તું હોત એક નિબંધ, તો તને […]

હસતી રમતી કન્યા…

26/03/07

હસતી રમતી કન્યા કુંવારી ઉંમર હશે કાંઈ સોળ વાળી અલગ વિચારો અલગ અંદાજ કરે કામ તો કયારેય નહિ વિચારી સમય વિતતો ગયો તે ના રહી હવે કન્યા કુંવારી જે હસતી હતી કાલે તે આજે ચૂપ ચૂપ થઈ ગઈ છે બિચારી લાગ્યો એને પ્રેમરોગ અને દુનિયા જાણે બદલાણી આજે કાંઈ પણ કરે છે તો વિચારી વિચારી…… […]

તારું રૂપ

26/03/07

તારું રૂપ હિમાલયના કણકણમાં સૂર્યનાં કિરણોમાં ઊભરાય તારું રૂપ ઝળહળે હવામાં ખળખળ વહે ઝરામાં તારું રૂપ જડાય આકાશે તારકે તારકે શોભે તારું રૂપ સપ્તપાતાળ ઝળકે સુક્ષ્મ રૂપે સમજાવે બ્રહ્મનાદે તારું રૂપ આમ વ્યાપેલું એવુ શોધું છું ભીતરમાં-પ્રેમે મહાલય, મિલ, ખેતર, ઝૂંપડી ખૂંદી વળ્યો બધે નાજુક રૂપે શોભે માનવમાં હૈયે હૈયે આકારાય – ગિરીશ કાનેટકર અનુ. […]

વારતા રે વારતા

26/03/07

વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાંને સમજાવતા, એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરરરર….માડી! – અજ્ઞાત