સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for ફેબ્રુવારી 2009

પાંપણનો તકાજો

26/03/07

પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે, પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે. સૂમસામ સદીઓથી છે ઘરની એ જ હાલત, તો કોણ અહીં આવ્યું? આ કોની આહટ છે ? એ આવશે અચાનક, ને આવશે ઘડીપલ, પલકોંની મજા ખાતર, સદીઓની સજાવટ છે. નફરતની નજર માટે મેં માગી આ દુવાઈ, નાપાક છે ન દુનિયા, ના કોઈ નપાવટ છે. મારો […]

આજ-પ્રહલાદ પારેખ

26/03/07

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, . આજ સૌરભ ભરી રાત સારી; આજ આ શાલની મંજરી ઝરી ઝરી, . પમરતી પાથરી દે પથારી. આજ આજ ઓ પારથી ગંધને લાવતી . દિવ્ય કો સિંધુની લહરી લહરી; આજ આકાશથી તારલા માંહીંથી . મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના . મઘમઘાટે નિશા આજ […]

જ્યાં લગની છે

26/03/07

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી. એ કેમ ઊછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે ? આ બેઠો છે ક્યાં બજવૈયો ? કૈં સૂર નથી, કૈં સાજ નથી. હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી, ઝબકારે એક જ જાણી છે […]