સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for એપ્રિલ 2009

સોનપરી

26/03/07

ઉડતી ઉડતી સોનપરી આવી ઊભી મુજ દ્વારે શ્વેત વાદળના ઢગલા જેવી કાયા એની દૂધમલ સૌને વાંકડીયા ઝૂલ્ફા ભૂરી ચમકતી આંખો મીઠું મીઠું મલકી રહ્યા ગુલાબ પાંદડીશા હોઠ ઝાંકળના ઝાંઝર પહેરીને રૂમઝૂમ કરતી આવી ફેલાવી બે હાથ મે તો ગાલે ચુંબન લીધા મેઘધનુષની પાંખો પહેરી ઊડી ગઈ એ આઘે પાછું વળીને જોઉં ત્યાં તો દીઠા મુજ […]

રામનાં બોર

26/03/07

મ્યુઝિયમમાં શબરીએ રામની માટે ચાખેલાં થોડાં બોર હતાં. નીચે તકતીમાં લખેલું: ‘શબરીએ ચાખેલાં બોર’. બોર ઉપર મેં વાંચ્યું: ‘મેઇડ ઇન ચાઇના’! – સુરેશ ઝવેરી

યાદના છાંટા-આદિલ મનસૂરી

26/03/07

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ છલકે છે બેઉ […]