સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for નવેમ્બર 2006

સુખદુ:ખના સાથી-મિત્રો

26/03/07

મિત્રો તો જીવનમાં ઘણા બને છે જેમાં કેટલાક આવે છે કેટલાક જાય છે પરંતુ અમુક મિત્રો એક ઊંડી છાપ છોડી જાય છે.તેવા જ કેટલાક મિત્રોની વાત તમારી સમક્ષ મુકવા માગું છું. મારી બે ખાસ બહેનપણીઓ: જીજ્ઞા અને ધીરજ આ તો થઇ નાનપણની સખીઓ,સ્કુલની સહપાઠીઓ. ત્યારપછી કૉલેજનો નવો અભ્યાસ શરૂ થયો.પ્રથમ બે વર્ષમાં અમારી દુનિયા કૉલેજથી […]

વધાવ્યા

26/03/07

  આંખોથી જોયાને હદયમાં પ્રેમના ફુલ ખીલ્યા નયનથી નયન મળ્યાને હૈયે હૈયા વીંધાયા એકમેક પર ઓવારી ગયાને મનના મેલ ભૂલાયા પ્રીતથી પ્રીત જોડીને દુ:ખોને ફગાવ્યા  હંમેશા સાથે રહીને સહુને હસાવ્યા   થોડી ક્ષણોમાં બન્યા દુનિયાથી સવાયા.

પ્રેમના પુષ્પો

26/03/07

કોને કહેવાય પ્રેમ ? જાણતી ન હતી આ શબ્દના મહત્વને તમે મળ્યા ને કંઇક નવીનતાનો અનુભવ થયો પરંતુ કહી ન શકી કે પ્રેમ થયો કદાચ એ પ્રેમ નહિ પ્રથમ પસંદગી હતી સમય વહેતો ગયો પસંદગી આદત બની ગઇ એક દિવસ એવો આવ્યો તમે મારાથી દૂર ગયા આદતે મારી મને બેચેન બનાવી એક પળ પણ યાદ […]

મારી લખેલી પહેલી કવિતા-જિંદગી

26/03/07

શું છે આ જિંદગી? જીવીને પણ દગો આપે છે એ કોણ જાણે છે જિંદગી વિશે જિંદગી એ ફૂલોની સેજ નહીં, રણમેદાન છે. કોઇ પામે છે,કોઇ ગુમાવે છે. કોઇ હસે છે,કોઇ રડે છે. કોઇ ગરીબ છે,કોઇ તવંગર છે. કોઇ આઝાદ છે,કોઇ લાચાર છે. કોઇ જન્મે છે,કોઇ મૃત્યુ પામે છે. આટલા લાંબા સફરમાં કોણ કોનો સાથ નિભાવે […]

મારા વિશે………..

26/03/07

મારી એક સારી આદત કહી શકું કે રોજ સવારે ભગવાનની પુજા અને મંદિરે જઇને પછી જ કોઇ પણ કાર્યની શરૂઆત કરવી.મને ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા છે. તેમણે જીવનમાં માગ્યા વગર મારી દરેક ઈચ્છાઓ પૂરી કરી છે. મેં પાર્લા મણિબેન નાણાવટી વુમ્નસ કોલેજમાંથી ગુજરાતી સાહિત્ય સાથે બી.એ કર્યુ છે.આ સાથે ગુજરાતી ભાષાની વધુ નિકટ જવા મેં […]

મારી દુનિયા

26/03/07

મારી દુનિયા વિશે વાત કરું તો મારો પરિવાર,મારા શિક્ષકો અને મારા મિત્રો…. પરંતુ ખરી રીતે જોવા જઇએ તો મારી દુનિયા શરૂ થાય છે મારા લાડીલા સ્વામિનારાયણ ભગવાનથી. જેમણે મને સારા અને સંસ્કારી કુટુંબમાં જન્મ આપ્યો.જેના માટે હું હંમેશા તેમની આભારી રહીશ હવે વાત કરું તો મારો નાનકડો પણ સુખી પરિવાર જેમાં પપ્પામમ્મી અને બે નાના […]