સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for ઓક્ટોબર 2009

26/03/07

ઈશ્વરના મેં વાઘા જોયા, ત્યાં પણ દોરાધાગા જોયા.  પાર વગરનાં છટકાં જોયાં, જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં.  દેખાવે તો એક જ લાગે, એમાં દસદસ માથાં જોયાં! સગપણને શું રોવું મારે, વળગણમાં પણ વાંધા જોયા. ભીનું જેવું સંકેલાયું, ગંગાજળના ડાઘા જોયા! વિધવા સામે કંકુ કાઢે, અવતારી સૌ બાબા જોયા. – સુરેશ ઝવેરી Advertisements

દિવાળીના શુભ પર્વે……

26/03/07

ગુજરાતી જગતના સૌ વાચકમિત્રો અને બ્લોગ લખતા મારા સ્નેહીમિત્રોને દિવાળીના શુભ પર્વે શુભકામનાઓ….. આપ સૌનું નવું વર્ષ ખુશખુશાલીઓથી સમૃદ્ધ હોય એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના…….. શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

સીમા

26/03/07

મારી ઇચ્છાઓ, મારા વિચારો, મારા ન ઇચ્છવા છતાં વ્યક્ત થતા પ્રતિભાવો- ક્યારેક લંબાતા એ હાથોમાં મને મારી આંગળીઓ ઓગાળી નાખવાનું મન થાય છે. પણ તમારી અને મારી વચ્ચે રહેલું પાંપણ જેવડું અંતર કદાચ દુનિયાની કોઈ પણ સીમાઓ ઓળંગી નહીં શકે. તમારા-મારા સવાલના જવાબ કદી મળશે? – આશા ગોસ્વામી

દાસ્તાન

26/03/07

લાગણીના વમળમાં હૃદય કોરાય છે. આંસુઓથી આંખના ખૂણા ભીંજાય છે. દિમાગમાં અહીંથી તહીં બધુ ખોવાય છે. રોજ નવીને નવી યાદો ઘડાય છે. સંબધોના સમીકરણમાં જીવન અટવાય છે. છતાં ક્યાંક કાંઈક ધોવાય છે. આ જ છે જિંદગીની દાસ્તાન તો પણ દિલ ક્યાંકને ક્યાંક જોડાય છે અને સંબંધોના નવા સમીકરણ બંધાય છે. -જાગૃતિ વાલાણી