સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for એપ્રિલ 2007

જેવો તેવો અસર કયાં છે!

26/03/07

લીલાં તોરણ આંખોમાં છે, જેવો તેવો અસર કયાં છે! કંકુચોખા શ્વાસોમાં છે,  જેવો તેવો અસર કયાં છે! સૂરજભીના વાદળ વચ્ચે કુમકુમ પગલાં દરિયો માંડે, વેદ પવનની પાંખોમાં છે, જેવો તેવો અસર કયાં છે! ફૂલોનાં આ ખંજર વચ્ચે એક મુલાયમ તારું પગલું, આહ! હજી પણ કાંટોમાં છે, જેવો તેવો અસર કયાં છે! ચપટીભાર તમારું કાજળ ખોબે […]

26/03/07

વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે વાચ કાછ મન નિશ્ર્ચલ રાખે, ધન ધન જનની તેની રે સમ દ્રષ્ટી તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે જીહ્ર થકી અસત્ય ન બોલે, પર ધન […]

કેવો ફસાવ્યો છે મને ?

26/03/07

ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ? જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને ! સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની, આપનો ઉપકાર મારગ તો બતાવ્યો છે મને. સાવ સહેલું છે તમે પણ એ રીતે ભૂલી શકો; કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને. મારા દુ:ખના કાળમાં […]

છેલ્લું દર્શન-રામનારાયણ પાઠક

26/03/07

ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, – ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, – કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ, સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો! ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની, ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ; ધરો કુસુમ શ્રીફલો, ન […]

ગઝલ- તારે વિશે એક સુંગધી સપ્તક

26/03/07

તું વેલ કો ફૂલની છે વસંતી? સ્વયં ફૂલ છે વા સુગંધી સુગંધી? તને બાહુપાશે લીધી, કીધી બંદી, સૂંઘી શેજ તો ફૂલ શી તું સુગંધી! ચઢ્યું ઘેન, ને ઘેનમાં આંખ બંધ, ઊંઘી ઇન્દ્રિયો ગૈ, બધી શી સુગંધી! સુગંધી સુગંધી અહી ષોડશી! તું, મધુછોડ શી તું સુગંધી સુગંધી! અહો, વય સુગંધી, રૂપે લય સુગંધી, વિષય આખો તારો […]

હાઇકુ

26/03/07

(૧) પલાશવન ખીલે વગડે, મ્હેકે શહેર-શેરી (૨) સંભાળે કોણ ‘નગરપાલિકા’, જ્યાં ભૂકંપ હવે? – ઉષા મોદી

ખોવાયો છે

26/03/07

મિલો વાહનો અને સ્મશાનમાંથી નીકળતો ધુમાડો ચારે દિશાઓને કરે છે ધૂંધળી આજ ધૂંધળાપણમાં આજનો માનવી ખોવાયો છે. પાણીના ધસમસતા પ્રવાહની જેમ માનવી માનવ મહેરામણમાં ખોવાયો છે. સંધ્યા સમયે છૂપાયેલા સૂર્યની જેમ માનવી ફાઈલો અને મોબાઈલમાં ખોવાયો છે. ઉત્તરાણમાં ચગતા પતંગોની જેમ માનવી સિદ્ધીઓ હાંસિલ કરવામાં ખોવાયો છે. કાપડ બનાવવામાં વણાયેલા દોરાની જેમ માનવી પોતે, પોતાનામાં […]

પળના વિસામા- બાલકૃષ્ણ ગોર ‘મૈત્રેય’

26/03/07

કોને રે સંભળાવું ગોરી, મન કેરી વાતું રે, તમે તો સફાળા ચાલ્યાં, છોડીને સંગાથ….રે. કુળ ને કુટુમ્બ, ભાઈ, ભાભી કેરાં હેત મેલ્યાં, ઘડીને ઘડિયાળે મેલી કાયા, દીકરા–દીકરીયું ને બહેની કેરી પ્રીત મેલી, મેલી સરખી સહિયરની માયા, હેતને હૂંફાળે દીધા વેરીને વિસામા, દીધી સૌને સ્વજન કેરી છાયા. ઉષ્મા, સ્વાતિ, ફાલ્ગુન કે હુંયે નહીં યાદ આવ્યાં, કદીયે […]

26/03/07

મારી રોજની માવજત છતાં તે વાવેલો એ ગુલાબનો છોડ હવે કરમાતો જાય છે…….

ગઝલ-શૂન્ય પાલનપુરી

26/03/07

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. સુરાને ખબર છે, પીછાણે છે પ્યાલી અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે. ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે. અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે […]