સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for માર્ચ 2009

સામે કિનારે-મનહર મોદી

26/03/07

કહે છે, ઉનાળો તો આંસુઓ સારે ને કારણ પૂછું છું તો કપડાં નિતારે. તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં એ હમણાં બતાવું કે કાલે સવારે ? અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું કે પડછાયો મારો છે સામે કિનારે. ઘણી વાર એમ જ ગગનમાં જઉં છું મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે હવે ઊંઘ આવે તો દરિયાઓ […]

એક જ દે ચિનગારી

26/03/07

એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી મહાનલ… એક દે ચિનગારી… ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ… એક દે ચિનગારી… ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી વિશ્વાનલ […]

કેમ છો?-ચિનુ મોદી

26/03/07

કેમ છો? સારું છે? દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ આમ જ પૂછવાનું કામ મારું છે? કેમ છો? સારું છે? અંકિત પગલાંની છાપ દેખાતી હોય અને મારગનું નામ? તો કહે: કાંઈ નહીં, દુણાતી લાગણીના દરવાનો સાત અને દરવાજે કામ? તો કહે: કાંઈ નહીં; દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં ને કાંઠે પૂછે કે પાણી ખારું છે? કેમ છો? […]