સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for માર્ચ 2008

ઘર

26/03/07

ધરતીનો છેડો છે ઘર કૂંડાળામાં રોજ સફર જે ના ઓળંગે ઉંબર, એ ‘માને ઘર સચરાચર!’ ઘર માંહે ઊંડા સાગર…. ઘર માંહે ઊંચા ડુંગર…. સાંજે થતું: પહોચું ઘર! બીજે દી લાગે પિંજર!! છોડી અથવા છૂટી ગઈ જે, ગોદ ક્યાં પામે આખર?! કહે છે કે એ મીઠું મધરક, આલીશાન અગર હો જર્જર! કોઈ બડભાગી પામે બે! કોઈ […]

વાંસળી હૃદયની…

26/03/07

નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી; પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી ! રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ? સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી ! ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની, અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ? જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી ! […]

હોળી મુબારક….

26/03/07

બળાપો

26/03/07

તારા ચહેરાના રંગની ચરૂડી ઠારે છે પ્યાસ રૂડી કે જીવતર પ્યાસું…પ્યાસું…! તારા જુલ્ફોના રંગની કડાયું; તરલાપશીએ ગાયું કે જીવતર લૂખું…લૂખું…! તારા અમરતિયા વાયદાળુ હોઠે ખોવાઉં સ્વપ્ન પોઠે કે જીવતર ખારું…ખારું…! તારા હૈયાના ધક્ક…ધક્ક…સ્પર્શે પગરવનાં પાન તરસે કે જીવતર સૂનું…સૂનું…! – અગમ પાલનપુરી

દુનિયા અમારી

26/03/07

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ ! પણ કલરવની દુનિયા અમારી ! વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી ! કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત ! લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના વૈભવની દુનિયા અમારી ! ફૂલોના રંગો રિસાઈ ગયા, […]

રેતીમાં પગલાં – સંકલિત

26/03/07

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું. સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો. આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ […]

ગઝલ-વિજય સેવક

26/03/07

ક્યાંક જો ફંટાય છે રસ્તા તો પછી ખોવાય છે રસ્તા ને તિરાડો લાખ પૂરીએ તોય ક્યાં સંધાય છે રસ્તા? આંખમાં આંજો જરા શમણું તો નવા પથરાય છે રસ્તા માત્ર એક ડગલું ભરી ચાલો પહાડમાં કોરાય છે રસ્તા. છે બધાની એક તો મંઝિલ કેમ નોખા થાય છે રસ્તા? ભાર વેંઢારી અમે થાક્યા કેટલા લંબાય છે રસ્તા! […]