સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for નવેમ્બર 2008

અમૃતા પ્રીતમ

26/03/07

એક દર્દ હતું- જે સિગારેટની જેમ મેં ચૂપચાપ પીધું છે ફક્ત કેટલાંક ગીત છે- જે સિગારેટ પરથી મેં રાખની જેમ ખંખેર્યાં છે ! – અમૃતા પ્રીતમ Advertisements

હાઈકુ- સ્નેહરશ્મિ

26/03/07

ઝાપટું વર્ષી શમ્યું, વેરાયો ચંદ્ર ભીના ઘાસમાં. વ્હેરાય થડ : ડાળે માળા બાંધતાં પંખી કૂજતાં. હિમશિખરે ગયો હંસલો વેરી પીંછાં રંગીન. દેવદર્શને ગયો મંદિરે : જુએ વેણીનાં ફૂલ ! – સ્નેહરશ્મિ

ભોમિયા વિના-ઉમાશંકર જોશી

26/03/07

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, અકલો અટૂલો ઝાંખો પડ્યો. […]