સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for ડિસેમ્બર 2007

કવિતા કરવી છે-જયન્ત પાઠક

26/03/07

ચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી પર ચઢી હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ? ધગધગતા અંગારાને હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ? ચણોઠીઓ ફૂંકી ફૂંકીને તાપણું કરી તાપવાની ધીરજ છે ? ઊભી દીવાલમાંથી આરપાર નીકળી જવાની હિકમત છે ? કરોળિયાના જાળામાં આખા બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ છે ? હોય તો તું કવિતા કરી શકે – […]

રેશમી ક્ષણ-ડૉ.રશીદ મીર

26/03/07

એમના પણને સાચવી લઈએ, રેશમી ક્ષણને સાચવી લઈએ. મૃગજળોનો ભરમ રહી જાએ, એમ કૈં રણને સાચવી લઈએ. આપમેળે થશે ખુલાસાઓ, પહેલાં સગપણને સાચવી લઈએ. એ જ અસલી છે આપણો ચહેરો, એ જ દર્પણને સાચવી લઈએ. તે પછીથી નિરાંતે ભીંજાશું, ઓણ શ્રાવણને સાચવી લઈએ. સ્વર્ગ ચાલીને આવશે સામે, માના ધાવણને સાચવી લઈએ. ‘મીર’ પોતાને ખોઈ બેસીને, […]

શાનદાર – સૈફ પાલનપુરી

26/03/07

હોઠો હસી રહ્યા છે અને અશ્રુધાર છે; મારા વિશે આ મારો અનોખો પ્રચાર છે. અવકાશ જો મળે તો તમે આ વિચારજો, યૌવનની ભૂલ એક સરસ યાદગાર છે. ઊજવી શકાય એવા પ્રસંગો નથી રહ્યા, મૃત્યુને માટે કેવો સરસ આવકાર છે. બચપણ પછી યુવાની, યુવાની પછી ઉમંગ, કેવો સરળ ને છાનો તમારો પ્રચાર છે. વિશ્વાસ હું મૂકું […]

પડશે-રમેશ પારેખ

26/03/07

શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે મીંચાય આંખ, આ મનને મીંચાય કેમ, રમેશ સમૂળગું જ હવે મનને મારવું પડશે સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો દીધું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે રમેશ, આપણા શરણે જ અંતે આવ્યું છે જહાજ આપણી શ્રધ્ધાનું તારવું પડશે આગની છે આ રજૂઆત સાવ મૌલિક […]

વેરી થઈને – સુરેશ દલાલ

26/03/07

દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને, અમૃતનો એક કુંભ અંતે પ્રકટે ઝેરી થઈને તનોમંથન ને મનોમંથન કે મંથનનું એક ગામ દુકાળ ને અતિવૃષ્ટિથી આ જીવન થયું બદનામ દાવાનળમાં મનોરથોને સાવ વધેરી દઈને દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને. પગ અટક્યા છે, આંખે ઝાંખપ કાનનો અવાજ ન ઊકલે થાકથાકની ધાક શરીરમાં પેઠી […]