સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for ઓક્ટોબર 2007

મેં એક બિલાડી પાળી છે

26/03/07

મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, એ હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે, દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય, તે ઉંદરને ઝટપટ ઝાલે, પણ કૂતરાથી બીતી ચાલે, એના ડિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે. – ત્રિભુવન વ્યાસ

આવકારો મીઠો આપજે- દુલાભાયા કાગ

26/03/07

તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે… તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે… આવકારો મીઠો….આપજે રે …. જી…. તારે કાને કોઇ સંકટ સંભળાવે રે… બને તો થોડું……કાપજે રે…. જી….. માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે….. તારા દિવસોની પાસે દુઃખિયાં આવે રે…. આવકારો મીઠો….આપજે રે ….જી…. કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે… એને ધીરે […]

શબ્દ- વામન નિંબાળકર

26/03/07

શબ્દોથી જ પેટે છે ઘરબાર, દેશ અને માણસો પણ. શબ્દો બુઝાવે છે આગ પણ શબ્દોથી પેટેલા માણસોની. શબ્દો ન હોત તો ઊડયા ન હોત આંખમાંથી આગના તણખા વહ્યાં ન હોત આંસુનાં મહાપુર. આવ્યું ન હોત પાસે કોઈ ગયું ન હોત દૂર- શબ્દો ન હોત તો. – વામન નિંબાળકર અનુવાદ: દિનેશ દલાલ

કવિતા – મનમોહન નાતુ

26/03/07

શબ આ કવિનું બાળ્શો નહિ રે, જિંદગીભર એ બળતો જ હતો ફૂલો પણ તે પર ચડાવશો નહીં રે, જિંદગીભર એ ખીલતો જ હતો. – મનમોહન નાતુ અનુવાદ: જયા મહેતા

ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…

26/03/07

પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા ભાંગેલા કાળજાની કોર કેરા કટકા ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી આવી તે હોય શું તારી આતશબાજી લાગી રે લગન કેરી અગન ને ટાળવા કે લોચન ને મન મારા જોને ઝગડ્યા પૂનમ તારા અજવાળા […]

શિક્ષણ??

26/03/07

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું, સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું. આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે, કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે. અમથું કૈં આ વાદળીઓને એડમિશન […]

એક બાળકીને સ્મશાન લઈ જતા

26/03/07

તને નાનીશીને કશું રડવું ને શું કકળવું ? છતાં સૌયે રોયાં ! રડી જ વડમા લોકશરમે, હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં. બિચારી બાનાં બે ગુપત ચખબિંદુય વચમાં ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું ? […]

કાગળના જેવી ઉધાઇ ગઈ રે

26/03/07

કાગળના જેવી ઉધાઇ ગઈ રે કાગળના જેવી ઉધાઇ ગઇ રે, સાવ માણસની જાત અંદરથી આખી ખવાઇ ગઇ રે, સાવ માણસની જાત તેજના લિસોટા શો માણસ, ને માણસ આ અંધારા ચગળે છે કેમ ચશ્માંની જેમ એણે દષ્ટિ ઉતારી ને આંખોમાં આંજેલો વ્હેમ કોની તે નજરે નજરાઇ ગઇ રે, સાવ માણસની જાત અંદરથી આખી ખવાઇ ગઇ રે, […]

રે પંખીડા! સુખથી ચણજો

26/03/07

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો; શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો? પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું; ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં; ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે. રે રે! તોયે […]

હાઈકુ – સ્નેહરશ્મિ

26/03/07

(૧) કેડે દીકરો ભારો માથે, અમીની ચોગમ ધારા. (૨) નવવધૂએ દીપ હોલવ્યો:રાત રૂપની વેલ. (૩) વનની એક લ્હેરખી આવી:કોળ્યાં નગરે ફૂલ.