સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for સપ્ટેમ્બર 2007

ઝૂલણ મોરલી વાગી રે….

26/03/07

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પીતળિયા પલાણ રે. – મોરલી….. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસેય આંગળીએ વેઢ રે. – મોરલી….. માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર, કિનખાબી સુરવાળ રે. – મોરલી….. પગે રાઠોડી મોજડી […]

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

26/03/07

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ ! મારી આંખે કંકુના… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા; ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ રે હણહણતી મેં સાંભળી સુવાસ! મારી આંખે કંકુના… મને રોકે પંછાયો એક ચોકમાં; અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો મને વાગે સજીવી હળવાશ! […]

ઘર – નિરંજન ભગત

26/03/07

આ ઘર તમે કોને કહો છો ? જ્યાં ટપાલી પત્ર લાવે, શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક આવી પડે; જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો તેને તમે શું ઘર કહો છો ? તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં, ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને, અને આ હાથ બે પ્હોળા કરીને […]

વાલમ તારે ફળિયે

26/03/07

વાલમ તારે ફળિયે હું તો વહાલ થઈને વરસું, ઝરમર ઝરમર વરસું તોયે સરવર થઈને તરસું. બંધ ઓરડે અબોલ હૈયાં ધીમું ધીમું મલકે, પારિજાતનાં ખરખર ખરતાં ફૂલ બનીને છલકે. બંદ બનીને ઝરતી નરવી લાગણીઓની ભાષા, આવ, આવ હે રાત ! સૂરજની કેમ કરું હું આશા ! અણધારી વૃષ્ટિની ધારે ધારે સાજન ભીંજ્યાં, ખોબે ખોબે નેહ પીધો, […]

જૂનું ઘર ખાલી કરતાં

26/03/07

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસું: જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી, બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી, તૂટયાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો! લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય. ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય […]

ગઝલ – સૈફ પાલનપુરી

26/03/07

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું, હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું. આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું. એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું. ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો આજે એ વિચાર […]

મંદિર તારું વિશ્વરૂપાળું…..

26/03/07

મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સરજનહારા રે; પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે. નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે; નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે; મંદિરમાં તું કયાં છુપાયો, શોધે બાળ અધીરા રે. – જયંતીલાલ આચાર્ય

માધવ કયાંય નથી મધુવનમાં

26/03/07

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં: માધવ, કયાંય નથી મધુવનમાં. કાલિન્દીના જલ પર ઝૂકી પૂછે કદંબડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી? લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં: માધવ, કયાંય નથી મધુવનમાં. કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી, હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી કયાં કરતી! નંદ કહે […]

ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

26/03/07

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં. ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં, જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ, એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં. જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં, જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ, સ્હેજ […]

સપનાના જોનાર – જાગૃતિ વાલાણી

26/03/07

એક સીધી સાદી વ્યક્તિને મનમાં ઘણા સપનાઓ કરાવે પુત્રના લગ્નને લાવે ઘરમાં વહુ જોવે દોહિત્રનું મોં અને રમાડે તેને બહુ સુખ સાદગીમાં આરામથી રહે સહુ કેટલાક સપનાઓ પૂરા થયા અને કેટલાક અધૂરા રહી ગયા જાવું હતું કયાંક અને પહોંચી ગયા કયાંક આમ અચાનક સપનાઓ જોનાર બીજા માટે સપનું બની ગયા. – જાગૃતિ વાલાણી