સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for ઓગસ્ટ 2007

લાડકડી

26/03/07

પીઠી ચોળી લાડકડી! ચૂંદડી ઓઢી લાડકડી! ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને કરમાં કર સોંપ્યા લાડકડી! મીઠી આવો લાડકડી! કેમ કહું જાઓ લાડકડી? તું શાની સાપનો ભારો? તું તુલસીનો કયારો લાડકડી! ચરકલડી ચાલી લાડકડી, રહેશે ના ઝાલી લાડકડી! આછેરી શીમળાની છાયા: એવી તારી માયા લાડકડી! સોડમાં લીધાં લાડકડી! આંખભરી પીધાં લાડકડી! હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને પારકાં કીધાં […]

ભાઈબહેન – દેશળજી પરમાર

26/03/07

કેવડો લીલો ને લીલી લીમડી રે, લીલુડાં ભાઈ ને બહેનનાં હેત; દેવની દીધેલ ભાઈબહેન બેલડી રે. મોરલો સૂનો ને સૂની વાદળી રે, વિખૂટાં બેઉ ઝૂરે પરદેશ; દેવની…. મોગરો ડોલે ને ફરકે પાંદડી રે, ભાઈબહેન હઈયે રસ સંકેત; દેવની…. મેહુલો બોલે ને ઝબૂકે વીજળી રે, ભાઈબહેન ઝીલે અબોલ સંદેશ; દેવની… – દેશળજી પરમાર

ધારો કે એક સાંજ આપણે મળ્યા….

26/03/07

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આયખાનું શું? ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ ભરી વાંચશું? માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠયાં પણ બળબળતી રેખાનું શું? આકાશે આમ કયાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું પણ મૂંગી આ વેદનાનું શું? […]

ગઝલ – હિતેન આનંદપરા

26/03/07

બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે, એ બાળક છે એન ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે. પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત, કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે. વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર, તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે. મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી […]

આવ્યા ત્યારે…..

26/03/07

કેમ છો? પૂછીને તમે મિત્ર બન્યા. કયાં રહો છો? પૂછીને નજીક આવ્યા શું કરો છો? પૂછીને હૃદયમાં આવ્યા તો પછી પૂછયા વગર કેમ જતા રહ્યા…. – જાગૃતિ વાલાણી

ગઝલ – નઝીર ભારતી

26/03/07

દિલમાં જો ડંખ હો એ ડંખનું વર્ણન ન કરો છે બુરાઈનું જગત કિ ન્તુ સમર્થન ન કરો સાંત્વન એવું મળે માગીએ પાછું પ્રભુ એવા હમદર્દ દો દુશ્મનનું વિસર્જન ન હો કોઈ આદર્શની વાતોને અહીં સ્થાન નથી એવી નાદાનીથી દુશ્મનને યે દુશ્મન ન કરો અંધના માટે નકામું છે સૂરજનું વર્ણન મારા મૂલ્યોનું જગત સામે નિવેદન ન […]

અંત…..આરંભ

26/03/07

આપણે તો હતાં એકમેકની સંગ જાણતા અને પિછાણતા હતા દુનિયાના સો રંગ હતો દિલમાં પામવાનો ઉમંગ લાગતું તું જાણે મળ્યો હીરાનો નંગ બોલીને બની જતાં હંમેશા દંગ એક દિવસ પ્રેમમાં પડયો એવો ભંગ થઈ ગયા દૂર અને માંડયો એકબીજા વિરુદ્ધ જંગ આજ અર્થે શું કર્યો હતો આપણે પ્રેમનો આરંભ? ??? – જાગૃતિ વાલાણી

ગઝલ – ભાવેશ ભટ્ટ ‘મન’

26/03/07

ચિંતા કરવાની મેં છોડી, જેવું પાણી એવી હોડી. ચોક્કસ ઘટના જેવો છું હું, તું આવે છે વહેલી મોડી. બારી એવાં દશ્ય બતાવે, ભીંતો કરતી જીભાજોડી. ટુકડા શોધું અજવાળાનાં, કોણે મારી સવાર તોડી? એક જનમની વાત નથી આ, કાયમની છે માથાફોડી. – ભાવેશ ભટ્ટ

આપણે – પન્ના નાયક

26/03/07

આપણે આટલા… નજીક છતાંય જિંદગીભર એકબીજાને જોયા કર્યા છે એ રીતે જાણે હું સ્ટેશન પર ને તું પસાર થતી ટ્રેનનો મુસાફર. – પન્ના નાયક

ગઝલ – અદી મીરઝાં

26/03/07

તું જો આજે મારી સાથે જાગશે, ચાંદ થોડો ચાંદ જેવો લાગશે!!! કોણ તારી વાત સાંભળશે, હૃદય! એક પથ્થર કોને કોને વાગશે? તું અમારો છે તો ધરતીના ખુદા! તું અમારા જેવો કયારે લાગશે? જિંદગી, તું આટલી નિર્દય હશે? તું મને શું એક પળમાં ત્યાગશે? હું રડું છું એ જ કારણથી હવે, હું હસું તો એને કેવું […]