સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for એપ્રિલ 2008

કોણ?

26/03/07

પુષ્પ તણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ? કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં સુંદર ચીર? કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતી? અહો! ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતીમાળ? તરુએ તરુએ ફરતી કોની આશા કેરી સાખ રસાળ? કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ? પર્વતને શિખરે […]

વૃક્ષની ડાળેથી ટહુકો ગયો..

26/03/07

ગૂફતગૂમાં રાત ઓગળતી રહી; ને શમાઓ સ્પર્શની બળતી રહી. સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો; રાતરાણી ગીત સાંભળતી રહી. વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા; પાનખરની પાંખ સળવળતી રહી. ઊંટનાં પગલામાં હું બેસી રહ્યો; જીભ એ મૃગજળની ટળવળતી રહી. હાથમાં અવસરતણું દર્પણ હતું; ને નજર વેરાનમાં ઢળતી રહી. હું કોઈ સંબંધનું આકાશ છું; શબ્દની રેખાઓ ઓગળતી રહી. – મનહરલાલ […]

હાસ્ય….સંકલિત

26/03/07

* કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય. સાસુએ પૂછ્યું : ‘અલ્યા એય રડે છે કાં ?’ હાથી તો ડૂસકે ચડી ગયો : ‘આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!’ * હાથી મરી […]