સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for જુલાઇ 2007

ગઝલ – મનુભાઈ ત્રિવેદી

26/03/07

જુદી જિંદગી છે મિજાજે મિજાજે; જુદી બંદગી છે નમાજે નમાજે. છે એક જ સમંદર, થયું એટલે શું? જુદા છે મુસાફર જહાજે જહાજે. ભલે હોય એક જ અંતરથી વહેતા; છે સૂરો જુદેરા રિયાજે રિયાજે. જુદા અર્થ છે શબ્દના બોલવા પર; છે શબ્દોય જુદા અવાજે અવાજે. જીવન એમ જુદા છે કાયામાં જુદી, છે મૃત્યુય જુદાં જનાજે જનાજે. […]

ગઝલ – હરદ્વાર ગોસ્વામી

26/03/07

દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે? તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે. મારે શાયર કયાં થાવું? લાગણિયું સૌ શાણી દે. વાદળ વૈશાખી પાસે, વરસાદી ઉઘરાણી દે. મોજ કરાવે મધદરિયે, ટીપામાં પણ તાણી દે. મારે દરિયો થાવું છે, સરગમની સરવાણી દે. છેડો પૃથ્વીનો દેખાડ, યા તો કોઈ ધાણી દે. – હરદ્વાર […]

ગઝલ – રઈશ મનીઆર

26/03/07

ગોપિત રહે કદી, કદી સાક્ષાત હોય છે, મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે. ફરિયાદ લઈને આવું છું હું તારે આંગણે, નીકળે જે કંઠમાંથી કબૂલાત હોય છે. લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી; જીવનની એ નવી જ શરૂઆત હોય છે. આપી દે એકવાર… આ જીવન. એ આપનાર, બાકીની જિંદગી તો વસૂલાત હોય છે. દરિયો […]

નથી….

26/03/07

દેખાય જે સારા તે બધા વર્તને સારા નથી દેખો ત્યાં બધે ગુલાબના કયારા નથી દુર્જનો પણ સ્વાંગ ધરે છે સજ્જનોનો હોય હંસ શ્વેત પણ બધાય મોતી ચરનારા નથી બહારના દેખાવથી અંજાય જાવ ના કદી રામનો જે વેશ લે છે તે લંકાને જીતનારા નથી ચરિત્ર અને સંયમ તણો ઉપદેશ દેનારા ખૂબ જોયા પણ ભીષ્મ જેવી પ્રતિજ્ઞા […]

ગઝલ – શયદા

26/03/07

જનારી રાત્રિ, જતાં કહેજે : સ્લૂણી એવી સવાર આવે કળીકળીમાં સુવાસ મહેકે ફૂલોફૂલોમાં બહાર આવે હ્રદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે વ્યથાને શું હું વિદાય આપું ? વિરામના શું કરું વિચારો ? કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે વિચારવાળા વિચાર […]

કવિતા- જાગૃતિ વાલાણી

26/03/07

આજે હમણાં અહીં ને કાલે કયાંક બીજે કોને ખબર કોણ કયાં કયારે ગોળ ગોળ ફરતી પૃથ્વીના કોઈક ખૂણે કાલે કયાં હશે જે છે હમણાં અહીં આજે – જાગૃતિ વાલાણી

હવે આવજો…

26/03/07

પાનખર આવી ને તમે લીધી વિદાય હવે આવી વસંત, હવે આવજો ઘરની પછાતમાં આંબાના મોરને વાચા ફૂટી છે સુગંધની કેસૂડાએ વાયરાને કીધી રે વાત કોયલથી બાંધ્યા સંબંધની હોળીના રંગ સંગ ઊડશે ગુલાલ તમે આવીને હૈયું ભીંજાવજો હવે આવી વસંત, હવે આવજો ફૂલોને ઘેર જઈ ભમરાઓ ગુંજતા ને રમતાં પતંગિયાઓ રાસ વસતી વસંતની જીવતરમાં તોય સૂનો […]

ગઝલ – ભગવતીકુમાર શર્મા

26/03/07

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી; મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી. કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી; આ લોહી છે કે બર્ફ? – જે આવેશમાં નથી. હું શબ્દમાં જીવું છું, ફકત શ્લેષમાં નથી; જો કે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી. ભણકાતા મારા મૃત્યુની ચિંતા નહીં કરો; મૂળથી જ જીવવાની હું ઝૂંબેશમાં નથી. કિંચિત્ હતી, કયારેક […]

આપણે હવે મળવું નથી – જગદીશ જોશી

26/03/07

વાતને રસ્તે વળવું નથી, આપણે હવે મળવું નથી… આપણો મારગ એકલવાયો, આપણે આપણો તડકો-છાંયો, ઊગવું નથી, ઢળવું નથી, આપણે હવે મળવું નથી… હોઠથી હવે એક ના હરફ, આંખમાં હવે જામતો બરફ, અમથા અમથા ગળવું નથી, આપણે હવે મળવું નથી… – જગદીશ જોશી

? – ડૉ.નૂતન જાની

26/03/07

ચાલવાનું હરહંમેશ સીધેસીધું નીચા મોંએ નહીં જોવાની કદીયે આજુબાજુથી પસાર થતી કેડીઓ નહીં સાંભળવાના જરીકેય હવામાં ઊઠતાં નાદલયો ભીતરના લાવામાં સળગતા શબ્દો ભીતર જ ભંડારી રાખવાના જો સુખી થવું હોય તો. સહુને સુખી કરવાની નિયતિ સાથે જન્મેલી હું મને જ કેમ સુખી નહીં કરી શકતી હોઉં? – નૂતન જાની