સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for ડિસેમ્બર 2008

પ્રીત કીધી – જયન્ત પાઠક

26/03/07

એક એવી તે પ્રીત અમે કીધી ઘૂંટમાં આખી પિયાલી પીધી! પીંછામાં એક, અમે પંખીને પામિયા ને તારામાં એકલ આકાશ; લહરીમાં એક લીધો સાગરને તાગી ને એક જ કિરણમાં પ્રકાશ. એક એવી તે પ્રીત અમે કીધી કે મીટમાં નજરું હજાર બાંધી લીધી! એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ ઊઘડ્યાં ફટોફટ ફૂલ; એક જ નિશ્વાસ […]

બરફનાં પંખી – અનિલ જોશી

26/03/07

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. લૂમાં તરતો ઘોર ઊનાળો અમે ઉઘાડે ડિલે, ઓગળતી કાયાના ટીપાં કમળપાંદડી ઝીલે, ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા ! અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. લીલા-સૂકા જંગલ વચ્ચે કાબરચીતરા રહીએ, નભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએ, રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં […]

જયારે પ્રણયની જગમાં…

26/03/07

જયારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે પહેલા પવનમાં કયારે હતી આટલી મહેક રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર ઝૂલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલોના ચહેરા વસંતમાં તારા જ રૂપરંગ વિશે વાત થઈ હશે ‘આદિલ’ને તે દિવસથી […]

સાંજ પહેલાની સાંજ – વેણીભાઈ પુરોહિત

26/03/07

હજી આ કોકરવરણો તડકો છે, સાંજ તો પડવા દો ! હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે, દિવસને ઢળવા દો ! ….સાંજ તો પડવા દો ! હજી ક્યાં પંખી આવ્યાં તરુવર પર ! અને ક્યાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર હજી ના મનડું બેઠું મહુવર પર દેવમંદિરે નોબત સંગે ઝાલર મધુર વગડવા દો ! ….સાંજ તો […]