સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for જુલાઇ 2009

26/03/07

બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે, એ બાળક છે એન ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે. પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત, કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે. વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર, તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે. મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી […]

ગઝલ

26/03/07

પામીને પણ પામવાનું મન થતું; શબ્દ હોઠે લાવવાનું મન થતું. ઝાઝું આથમવું ને થોડું ઊગવું; બેસીને વિચારવાનું મન થતું. ભીંજવે અણસાર તારા, શ્વાસના. રાત આખી જાગવાનું મન થતું. ચાદરો ઇચ્છા તણી વાળ્યા કરું; ને પથારી, છોડવાનું મન થતું. પ્યારનાં મોજા સતત ઉછળ્યા કરે; તરસ પાછી માનવાનું મન થતું. જાણતા કે, ડાળ બટકણી છે છતાં; રોજ […]

ક્યાં આરો ઓવારો હો જી

26/03/07

ક્યાં આરો ઓવારો હો જી ઉતારશું ક્યાં ભારો હો જી થોડી ઠોકર થોડાં ફૂલો સપનાનો અણસારો હો જી પહોંચી જાશો સામે પાળે સ્હેજ તમે જો ધારો હો જી આમ સાચવીને શું કરશું? જળ જેવો જન્મારો હો જી એ કેડીથી ગુમ થવાનું વારા ફરતી વારો હો જી -અઝીઝ ટંકારવી