સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for મે 2007

ગઝલ – ચિનુ મોદી

26/03/07

તું મને મળતી ખરી પણ મન વગર ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર. શૂન્ય મારું મન થયું છે એટલું કે હવે ખડખડ હસું છું ભય વગર. જયાં જઉં છું ત્યાં મને સામી મળે ભીંત પણ ચાલી શકે છે પગ વગર. દૂર તારાથી થતો હું જાઉં છું એમ લાગે છે હવે છું ઘર વગર. સૂર્ય સ્પર્શે ઓસ […]

માણસ મરી જાય છે પછી

26/03/07

થોડા દિવસ કરુણ શબ્દોની ઊડાઊડ. થોડા દિવસ હૉસ્પિટલની લૉબીમાં ફરતાં સગાંવહાલાં જેવી ઠાલાં આશ્વાસનોની અવરજવર. થોડા દિવસ ‘ગીતા’ને ‘ગરુડપુરાણ’ ની હવા પછી બૅંક-બૅલેન્સની પૂછપરછ પછી મરનારના પુરુષાર્થનાં ગુણગાનની ભરતી અને ઓટ. પછી રૅશનકાર્ડમાંથી નામની બાદબાકી છેવટે રોજની જેમ સૂર્ય ઊગે છે, રોજની જેમ સૂર્ય આથમે છે, અને કંકુની ડબી પર જાણે કે શબની ચાદર ઢંકાઈ […]

કાંટો નીકળ્યો

26/03/07

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા, બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો. માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો. રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા કે સ્મૃતિનાં જંગલોમાંથી કોઈ ચહેરો નીકળ્યો. એવો […]

ગઝલ-મનહર મોદી

26/03/07

બધા યે પથ્થરો થીજી ગયા છે અરે, આ કેટલી ઠંડી હવા છે! એ મારા હાથમાં પ્યાલી બને છે અહીં એવા ય ટુકડાઓ ઘણા છે પણે તડકો તુટી વેરઈ ગયો છે કે મારી આંખ કેરા ટુકડા છે? નયનમાં સોણલાં દોડીને આવ્યાં બગીચા ફૂલ પર છાઈ ગયા છે દઈ અંધાર કિરણો પાથરે છે કોઈની ઝુલ્ફમાં એવી કળા […]

જનની

26/03/07

મીઠાં મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે. જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે. જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ અમીની ભરેલી એની આંખડી રે લોલ, વ્હાલના ભરેલાં એના વેણ રે. જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ […]

સાગર અને શશી

26/03/07

આજ મહારાજ ! જલ પર ઉદય જોઈને ચન્દ્રનો, હદયમાં હર્ષ જામે, સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે; પિતા! કાલના સર્વ સંતાપ શામે! નવલ રસ ધવલ તવ નેત્ર સામે પિતા! કાલના સર્વ સંતાપ શામે! જલધિજલદલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમસર માંહિ સરતી; કામિની કોકિલા કેલિ કૂજન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી. પિતા! […]

ભરેલી નજર

26/03/07

 તને સ્પર્શી ને પાછી આવી મળી, એ નજર ખાલી નહોતી. કિરણ પર ચડી આવી મળી એ નજર ખાલી નહોતી ગગનને અડી પાછી આવી મળી, એ નજર ખાલી નહોતી. હવામાં ભળી પાછી મળી આવી, એ નજર ખાલી નહોતી. વમળને તરી પાછી આવી મળી, એ નજર ખાલી નહોતી. જળને છળી પાછી આવી મળી, એ નજર ખાલી નહોતી. […]

ગાન- ફિલિપ કલાર્ક

26/03/07

તારી આંખોમાં હું સપનાં ભરું, મારી આંખોમાં આંજું ઉજાગરા. તારા વચનની ડાળી પકડીને મેં લીધા છે લીલાછમ શ્વાસ; અંધારી રાતોમાં આવ્યો છે કામ કેવળ તારા સ્મરણનો ઉજાસ ચોમાસું નહીંને ચૂએ છે ખોરડું, હૈયું ધડકે ને ધડકતી ધરા. મારી આંખોમાં આંજું ઉજાગરા… મેડીથી કેડી સુધીનો સંબંધ આ, આભ ધરાને હોય જાણે ચૂમતું; આપણી હિજરાતી ઇચ્છાની આસપાસ […]