સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for જૂન 2007

ગઝલ – અમૃત ઘાયલ

26/03/07

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં એક ગઝલ જેમ મરી જાય રજૂઆત […]

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

26/03/07

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા […]

વધાવ્યા – જાગૃતિ વાલાણી

26/03/07

આંખોથી જોયાને હદયમાં પ્રેમના ફુલ ખીલ્યા નયનથી નયન મળ્યાને હૈયે હૈયા વીંધાયા એકમેક પર ઓવારી ગયાને મનના મેલ ભૂલાયા પ્રીતથી પ્રીત જોડીને દુ:ખોને ફગાવ્યા હંમેશા સાથે રહીને સહુને હસાવ્યા થોડી ક્ષણોમાં બન્યા દુનિયાથી સવાયા – જાગૃતિ વાલાણી

ગઝલ – રાજેન્દ્ર શુકલ

26/03/07

મજા ન પડે તો હું મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું. રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું, બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું. પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર, કદીક શબ્દ તો કયારેક સાજ બદલું છું. સુરાલયે જ હવે ચાલ ‘શૂન્યતા‘ છોડી, દરદ બદલતું નથી તો ઇલાજ બદલું છું. […]

ગઝલ – મનોજ ખંડેરિયા

26/03/07

ફૂલે ફાલે ઘેઘૂર મનમાં બળાપો યુગોથી ઊભાં તોય ખૂલે ન ઝાંપો અચાનક સમયની સઘન ઝાડીમાંથી આ સમજણ ઉપર કોણ મારે છે છાપો કરે છે પ્રયત્નો મૂઠી વાળવા એ– અહીં ભીંત પર છે જે કંકુનો થાપો હવે સાંધશે કોણ એને ચીવટથી આ સંબધને વસ્ત્ર આવ્યો છે ખાંપો અહીં આ અવાજોના ધસમસ પ્રવાહે જશે આપણા શબ્દનો કયાં […]

ગઝલ – વેણીભાઈ પુરોહિત

26/03/07

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ, નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ. દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ! કહી દો એમને કે, હે દશાના પૂજનારાઓ! દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી, સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી. વેણીભાઈ પુરોહિત

ગઝલ – હેમેન શાહ

26/03/07

ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર, લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર. ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે, જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર. ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના, આ કાચની કરચને સવિસ્તર તપાસ કર. મુજ નામની વિશાળ ઇમારત કને જઈ, મળવું જ હો મને તો તું અંદર તપાસ કર. હેમેન શાહ

ગઝલ – મરીઝ

26/03/07

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. મારી આ મજબૂર મસ્તીનો નશો ઉતરી ગયો, […]

જિંદગીની બે ધારા

26/03/07

રસ્તે ચાલતા સામે મળી ગઈ જિંદગી નવો ખુશનુમાં અહેસાસ હતો એ જાણે નસનસમાં વીજળી દોડી ગઇ મસ્ત પવનની સાથે વાતો કરતી જાણે આકાશમાં હું વિહરવા લાગી બાંહોમાં સમેટું હજી આ ક્ષણો ને ત્યાં હૃદય માં એક વલોપાત થયો જાણે હમણાં ઉલ્કાપાત થશે ગભરાઇ એવી જોરદાર કે જાણે જમીન પર ફસડાઇ જઈશ………………………… આ કેવી સમયની બે […]

ગઝલ – બરકત વીરાણી ‘બેફામ’

26/03/07

તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને, જગત સામે જ ઊભેલું હતું દર્દો નવાં લઈને. ગમી પણ જાય છે ચહેરા કોઈ, તો એમ લાગે છે– પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જૂજવાં લઈને. તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં, નહીં તો હું નીકળી જાત રણથી ઝાંઝવા લઈને. સફરના તાપમાં માથા ઉપર એનો જ છાંયો છે, […]