સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

હું સાહિત્યનો જીવ

યશસ્વી સ્ત્રી પાત્રો

સાહિત્ય એટલે વ્યકિતએ લખેલી મૌલિક કૃતિ. જેમાં વ્યકિતના પોતાના વિચારો, કલ્પનાઓ અને અનુભવોનું તાદશ વર્ણન હોય.
જીવન એટલે જીવવું
, વધવું અને નમવું. અમૃત એટલે સંજીવની. મનુષ્યનું જીવન ખારા સમુદ્ર જેવું છે.તેમાં જો સાહિત્યરૂપી અમૃત મળી જાય તો આપણું જીવન નવપલ્લીત થઈ જાય છે. સાહિત્ય આપણને જીવન જીવવાની કળા શીખવે છે. તે આપણા જીવનનો પ્રાણવાયુ છે, તે આપણા જીવનને ધબકતું અને ચેતનવંતુ બનાવે છે.
માનવજીવન અને સાહિત્યનો સબંધ શરીર અને આત્માની સાથે જોડાયેલો છે
. શરીરની કલ્પના આત્મા વગર શકય નથી, તેવી જ રીતે સાહિત્યની કલ્પના માનવજીવન વગર ન થઈ શકે અને માનવજીવન સાહિત્ય વગર અધૂરું છે.સાહિત્ય આપણને અતિશય આનંદની રસસમાધિમાં ડૂબાડે છે.
નદી સરોવર છે ત્યાં પૂર્ણિમાંનો અનુભવ એક વસ્તુ છે અને તેનું કાવ્ય એ જુદો જ અનુભવ છે
.આચાર્ય વિનોબા ભાવે કહે છે,’જે સાથે લઈ જાય તે સાહિત્ય‘. જે ઘણા પુસ્તકો વાંચે છે પણ તે મુજબ આચરણ નથી કરતો તે પેલા ગોવાળિયા જેવો છે જે હંમેશા બીજાની ગાયો ગણ્યા કરે છે.
પુસ્તક પ્રેમ માટે એક ઉદાહરણ આપી શકાય
.એક સ્થળે પુસ્તકમેળો લાગ્યો હતો. ત્યાં રોજ એક ૬૫ થી ૭૦ વર્ષના ડોશીમા પુસ્તક લઈ ખૂણામાં બેસી વાંચવા લાગે. બપોરે ઝોક પણ ચડે. ત્યાં રહેલા ભાઈઓએ કહ્યું માજી, તમે શું કામ તમારો સમય વેડફો છો? ઘરે જઇ આરામ કરો. ત્યારે તે ડોશીમાએ કહ્યું ભાઈ તમે તો બેચાર દિવસમાં જતા રહેવાના અને હું પુસ્તક વાંચ્યા વગરની રહી જાઉંને પછી તો આખી જીંદગી આરામ જ કરવાનો છે. તો વિચાર કરો ભલા એ ડોશીમા જેમણે જિંદગીના બધા અનુભવો લઈ લીધા છે. તે પછી તેમને પુસ્તક વાંચવાની શું જરૂર? પુસ્તક વાંચવાથી આપણને જ્ઞાન મળે છે ભાષાશક્તિ ખીલે છે. શબ્દભંડોળ વધે છે. જેમાં સત્યમ શિવમ્ સુંદરમ્ નો ત્રિવેણી સંગમ એટલે સાહિત્ય.

આપણા દેશમાં અનેક સાહિત્યકારો છે જેવા કે ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી વગેરે.

ગની દહીંવાલાએ મેઘાણી માટે લખ્યું છે,

અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી!

નવી શૈલી નવા છંદ નિરાળા ઢાળ મેઘાણી!

ગ્રંથ જીવનનો પંથ બતાવે છે. મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતાએ મોટા ગ્રંથો છે તે આપણને પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે ઉપદેશ આપે છે.

અંધા હે વો દેશ જહા આદિત્ય નહીં,

મુડદા હે વો દેશ જહા સાહિત્ય નહીં

 vajubook-cover.jpg

Advertisements

15 Responses to “હું સાહિત્યનો જીવ”

 1. નમસ્તે જાગૃતિબેન, આજે અચાનક તમારા બ્લોગ પર આવી ચડી… એક વાતની ઘણી જ નવાઇ લાગી કે ઘણા વખતથી અસ્તિત્વમાં આવેલો તમારો બ્લોગ મારી નજર બહાર કેમ રહી ગયો હશે? ખેર, દેર સે આયે, મગર આયે તો સહી… સુંદર બ્લોગ! અભિનંદન…

 2. આપના બ્લોગની લિન્ક મારા બ્લોગ પર શબ્દજગતમાં ઊમેરી છે:

  http://vmtailor.com/gujarati-shabd-jagat/

 3. આપના બ્લોગની આજે મુલાકાત થઇ… સુંદર…
  અભિનંદન…
  ઉપરોક્ત સરસ વાત્યુ માણી…
  સરસ

  અમીઝરણું…

 4. The Tag to you blog : Just another WordPress.com weblog

  Dont u think it should be changed ???

  Any Gujarati Blog is NOT just another WordPress.com Blog…

  Being in Gujarati… Its special… right ?

 5. જાગૃતિ , તમારા બ્લૉગની આજે જ મુલાકાત લીધી. આ પ્રસ્તાવના ગમી. બ્લૉગીંગ ચાલુ રાખજો! મળતા રહીશું.

  હેમંત

 6. It’s good to know that you love books. They provide knowledge which we could not gather for lives.

  Nice start!

 7. Nice activity…keep it up.

 8. aaj achankaj tamara blog ………par aavi chadhayau ……….sundar keep it up

 9. WE ARE ENTERED THEREE IN THE SECOND YEAR. JANI SHAH RAJ.
  IT FEELS GOOD WHAT WE DO FOR US …..
  US AND YOU FOR “HASAVA”….IN “HASYYA DARBAR.
  I HOPE YOU STAY BUSY IN YOUR LIFE,
  BESIDE LIVING 24/7 EVERY DAY…..

  હાસ્ય દરબાર

  “અંધા હે વો દેશ જહા આદિત્ય નહીં,

  મુડદા હે વો દેશ જહા સાહિત્ય નહીં“

  BUT IN INTERNET WORLD OF SURFERS AND BLOGERS THERE IS ONLY US……BLOGERS AND SURFERS !!!!

 10. આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

 11. જાગૃતિ , તમારા બ્લૉગની આજે જ મુલાકાત લીધી. ખુબ સુંદર અને સહજ છે.શુભેચ્છા સહ અભિનંદન.હવે તમારા બ્લોગ પર મળતા રહીશુ તમારી અને મનગમતી રચના ઓ માણવા.મારા બ્લોગ પર મુલાકાત લેવા ભાવભીનુ આમંત્રણ તમને !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: