સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for સપ્ટેમ્બર 2008

આપણે હવે મળવું નથી

26/03/07

વાતને રસ્તે વળવું નથી, આપણે હવે મળવું નથી… આપણો મારગ એકલવાયો, આપણે આપણો તડકો-છાંયો, ઊગવું નથી, ઢળવું નથી, આપણે હવે મળવું નથી… હોઠથી હવે એક ના હરફ, આંખમાં હવે જામતો બરફ, અમથા અમથા ગળવું નથી, આપણે હવે મળવું નથી… – જગદીશ જોશી Advertisements

gujaratiblogers.com

26/03/07

મિત્રો અને વડીલો આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે આપણે સૌ ગુજરાતી બ્લોગ ચલાવીએ છીએ પરંતુ આ બ્લોગરોને સન્માન આપવાનું કામ શ્રી. તરુણભાઈ પટેલ કરી રહ્યા છે. તેઓ gujaratiblogers.com નામની સાઇટ ચલાવે છે જ્યાં તમે અવનવા બ્લોગરોને મળી શકો છો. આપ સૌ આ સાઇટની મુલાકાત લેશો અને નવા નવા બ્લોગરો વિશે જાણી શકશો. આપ […]

તારી ને મારી જ ચર્ચા

26/03/07

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી, તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી! આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ? તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી! આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં, એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી! કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું, આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી! આપણે […]

અટકળ બની ગઈ જિન્દગી

26/03/07

આ તરફ એની મુરાદો,મુજ ઇરાદો ઓ તરફ.. બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઇ જિન્દગી! હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં ફકત શ્વાસોશ્વાસની અટકળ બની ગઇ જિન્દગી! સ્મિતનું બહાનું શોધતું મારું રૂદન રઝળી પડ્યું, હાસ્યને રૂદનની ભૂતાવળ બની ગઇ જિન્દગી! વિશ્વમાં કો સાવકું સરનામું લઇ આવી ચડ્યો, કાળની અબજો અજીઠી પળ, બની ગઇ જિન્દગી! ફૂલને કાંટાની કુદરત […]

ગઝલ

26/03/07

કુંતલ બાદલ કીકી કોયલ આંસુ હલચલ જીવન જંગલ સંશય સોમલ શાયર પાગલ સારસ ‘ઘાયલ’ – ‘ઘાયલ’

ઇચ્છા…અનિચ્છા…

26/03/07

હે ઈશ્વર! હે કર્મફળપ્રદાતા છે મારી કંઈક ઇચ્છા જન્મયા પહેલા હતી એક ઇચ્છા એક સંસ્કારી કુટુંબમાં જન્મ લઉં જન્મયા પછી હતી એક ઇચ્છા મા-બાપના સ્મિતનું કારણ બની રહું બાળપણ વીત્યા પછી હતી એક ઇચ્છા મા-બાપના સપનાઓને સાકાર કરી લઉં યુવાનીના ઉંબરે પહોંચ્યા પછી હતી એક ઇચ્છા મારા અસ્તિત્વની શોધ આદરી દઉં કાલ સવારે સર્વસ્વ છોડી […]