સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for સપ્ટેમ્બર 2009

કેવડિયાનો કાંટો

26/03/07

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. બાવળિયાની શૂળ હોય તો ….ખણી કાઢીએ મૂળ, કેરથોરના કાંટા અમને ….કાંકરિયાળી ધૂળ; આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે, કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. તાવ હોય જો કડો ટાઢિયો …..કવાથ કૂલડી ભરીએ, વાંતરિયો વળગાડ હોય તો …..ભૂવો કરી […]

ખુદ સમંદર – ‘બેફામ’

26/03/07

ખુદ સમંદર ઉડીને નદીને મળે, કાર્ય એવું ઉપાડી લીધું વાદળે. ફૂલને એણે કરમાવાં દીધાં નહીં, સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે. સિંધુ બનવાની એની તરસ જોઈને, રણને છલકાવી દેવું પડયું મૃગજળે. ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર, તારલા પણ હશે આંખના કાજળે. ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે, એટલે ઘરને બાંધી દીધાં સાંકળે. જે હ્રદયના […]