સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

જો તું હોત તો!

જો તું હોત એક અક્ષર
તો તને ક્યારનો શબ્દમાં મૂકી દીધો હોત.

જો તું હોત એક શબ્દ,
તો તને ક્યારનો વાક્યમાં મૂકી દીધો હોત.

જો તું હોત એક વાક્ય,
તો તને ક્યારનો ફકરામાં મૂકી દીધો હોત.

જો તું હોત એક ફકરો,
તો તને ક્યારનો નિબંધમાં મૂકી દીધો હોત.

જો તું હોત એક નિબંધ,
તો તને ક્યારનો પત્તા પર મૂકી દીધો હોત.

જો તું હોત એક પત્તું,
તો તને ક્યારનો પુસ્તકમાં મૂકી દીધો હોત.

જોત તું હોત એક પુસ્તક,
તો તને ક્યારનો સંગ્રહમાં મૂકી દીધો હોત.

અને પછી તો પૂછવું જ શું ?
તને શોધવો પણ મુશ્કેલ થઇ પડ્યું હોત !…

– આશા પુરોહિત

One Response to “જો તું હોત તો!”

  1. “જોત તું હોત એક પુસ્તક,
    તો તને ક્યારનો સંગ્રહમાં મૂકી દીધો હોત.”

    બહુ જ સરસ.. થોડું વિચાર માંગી લે છે..લાયબ્રેરીમાં એમનાએમ પુસ્તકો પડી રહ્યાં હોય છે..ગુજરાતી પુસ્તકો વાંચવાનો રસ હવે દુર્લભ થવા માંડ્યો છે..’પુસ્તક’ પોતે જ ‘ઈંટરનેટ’ના મહાસાગરમાં ખોવાઈ રહ્યું છે ત્યારે (ગુજરાતી) સુંદર વાંચનનો રસ નવી પેઢીના બાળકોમા કેવી રીતે કેળવીએ? જય


Leave a reply to જય જવાબ રદ કરો