સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for the ‘હાઈકુ’ Category

હાઈકુ- સ્નેહરશ્મિ

26/03/07

ઝાપટું વર્ષી શમ્યું, વેરાયો ચંદ્ર ભીના ઘાસમાં. વ્હેરાય થડ : ડાળે માળા બાંધતાં પંખી કૂજતાં. હિમશિખરે ગયો હંસલો વેરી પીંછાં રંગીન. દેવદર્શને ગયો મંદિરે : જુએ વેણીનાં ફૂલ ! – સ્નેહરશ્મિ Advertisements