સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for the ‘સાહિત્ય’ Category

દાસ્તાન

26/03/07

લાગણીના વમળમાં હૃદય કોરાય છે. આંસુઓથી આંખના ખૂણા ભીંજાય છે. દિમાગમાં અહીંથી તહીં બધુ ખોવાય છે. રોજ નવીને નવી યાદો ઘડાય છે. સંબધોના સમીકરણમાં જીવન અટવાય છે. છતાં ક્યાંક કાંઈક ધોવાય છે. આ જ છે જિંદગીની દાસ્તાન તો પણ દિલ ક્યાંકને ક્યાંક જોડાય છે અને સંબંધોના નવા સમીકરણ બંધાય છે. -જાગૃતિ વાલાણી Advertisements

ઉમ્મીદવાર છે–હરીન્દ્ર દવે

26/03/07

વેરાન રાહ છે, ન કોઈ આવનાર છે, ઓ જિન્દગી, આ કોનો તને ઈંતેજાર છે ! ક્યાં નેત્ર મેં મીંચ્યાં ને હવે ક્યાં ખૂલી રહ્યાં, કેવા અજાણ મુલ્કમાં ઊગી સવાર છે ! કોની દુઆ હતી કે અસર આટલી થઈ, ડૂમો હતો હૃદયમાં હવે અશ્રુધાર છે ! એથી તો મૂકતો નથી નિ:શ્વાસ મારગે, હું તો નિરાશ છું […]

પેલે પાર

26/03/07

આકાશ શું છે? મારા હૃદયમાંથી વિલસતું તેજ હોય એવું મેં હંમેશા અનુભવ્યું છે. પણ એ તેજનો હું ખરેખર ક્યારેય અનુભવ કરી શકીશ? – આશા ગોસ્વામી

કોણ?

26/03/07

પુષ્પ તણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ? કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં સુંદર ચીર? કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતી? અહો! ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતીમાળ? તરુએ તરુએ ફરતી કોની આશા કેરી સાખ રસાળ? કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ? પર્વતને શિખરે […]

બળાપો

26/03/07

તારા ચહેરાના રંગની ચરૂડી ઠારે છે પ્યાસ રૂડી કે જીવતર પ્યાસું…પ્યાસું…! તારા જુલ્ફોના રંગની કડાયું; તરલાપશીએ ગાયું કે જીવતર લૂખું…લૂખું…! તારા અમરતિયા વાયદાળુ હોઠે ખોવાઉં સ્વપ્ન પોઠે કે જીવતર ખારું…ખારું…! તારા હૈયાના ધક્ક…ધક્ક…સ્પર્શે પગરવનાં પાન તરસે કે જીવતર સૂનું…સૂનું…! – અગમ પાલનપુરી

દુનિયા અમારી

26/03/07

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ ! પણ કલરવની દુનિયા અમારી ! વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી ! કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત ! લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના વૈભવની દુનિયા અમારી ! ફૂલોના રંગો રિસાઈ ગયા, […]

ગઝલ-વિજય સેવક

26/03/07

ક્યાંક જો ફંટાય છે રસ્તા તો પછી ખોવાય છે રસ્તા ને તિરાડો લાખ પૂરીએ તોય ક્યાં સંધાય છે રસ્તા? આંખમાં આંજો જરા શમણું તો નવા પથરાય છે રસ્તા માત્ર એક ડગલું ભરી ચાલો પહાડમાં કોરાય છે રસ્તા. છે બધાની એક તો મંઝિલ કેમ નોખા થાય છે રસ્તા? ભાર વેંઢારી અમે થાક્યા કેટલા લંબાય છે રસ્તા! […]

તો કહું – રાજેન્દ્ર શુક્લ

26/03/07

લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું! આપની નજરો જે ફરમાવી રહી, એ ગઝલ યાદ આવે તો કહું! શાંત જળમાં એક પણ લહરી નથી, કોઈ થોડું ખળભળાવે તો કહું! હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું! કોઈને કહેવું નથી, એવું નથી, સહેજ તૈયારી બતાવે તો […]

હાઈકુ – સ્નેહરશ્મિ

26/03/07

(૧) કેડે દીકરો ભારો માથે, અમીની ચોગમ ધારા. (૨) નવવધૂએ દીપ હોલવ્યો:રાત રૂપની વેલ. (૩) વનની એક લ્હેરખી આવી:કોળ્યાં નગરે ફૂલ.

ગઝલ – અદી મીરઝાં

26/03/07

તું જો આજે મારી સાથે જાગશે, ચાંદ થોડો ચાંદ જેવો લાગશે!!! કોણ તારી વાત સાંભળશે, હૃદય! એક પથ્થર કોને કોને વાગશે? તું અમારો છે તો ધરતીના ખુદા! તું અમારા જેવો કયારે લાગશે? જિંદગી, તું આટલી નિર્દય હશે? તું મને શું એક પળમાં ત્યાગશે? હું રડું છું એ જ કારણથી હવે, હું હસું તો એને કેવું […]