સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for the ‘બાળકાવ્ય’ Category

મને કહોને-પ્રીતમલાલ મઝમુદાર

26/03/07

મને કહોને પરમેશ્વર કેવા હશે ? ક્યાં રહેતા હશે, શું કરતા હશે ? ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને, તારાને ગૂંથનારા કેવા હશે ? … મને કહોને આંબાની ઊંચી ડાળે ચડીને, મોરોને મૂકનાર કેવા હશે ? … મને કહોને મીઠા એ મોરોના સ્વાદ ચખાડી, કોયલ બોલાવનાર કેવા હશે ? … મને કહોને ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી, […]

વારતા રે વારતા

26/03/07

વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાંને સમજાવતા, એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરરરર….માડી! – અજ્ઞાત

મેં એક બિલાડી પાળી છે

26/03/07

મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, એ હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે, દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય, તે ઉંદરને ઝટપટ ઝાલે, પણ કૂતરાથી બીતી ચાલે, એના ડિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે. – ત્રિભુવન વ્યાસ

એ તો કેવી અજબ જેવી વાત છે!

26/03/07

એ તો કેવી અજબ જેવી વાત છે! નાની મારી આંખ, એ તો જોતી કાંક કાંક….એ તો કેવી અજબ જેવી વાત છે! નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું….એ તો કેવી અજબ જેવી વાત છે! નાના મારા કાન, એ સાંભળે દઈ ધ્યાન….એ તો કેવી અજબ જેવી વાત છે! નાનું મોઢું મારું, એ બોલે સારું સારું….એ તો […]

મંદિર તારું વિશ્વરૂપાળું…..

26/03/07

મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સરજનહારા રે; પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે. નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે; નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે; મંદિરમાં તું કયાં છુપાયો, શોધે બાળ અધીરા રે. – જયંતીલાલ આચાર્ય

પંખી

26/03/07

પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, તો આભલે ઊડ્યા કરું, બસ! ઊડ્યા કરું, બસ! ઊડ્યા કરું! ઘડિયાળમાં દસ વાગ્યા, મમ્મી ખોળવાને આવે, પપ્પા ખોળવાને આવે, એશુ કયાં? એશુ કયાં? પેલા ડુંગરાની ટોચે, મારી પાંખ જઈને પહોંચે! મમ્મી ઢીંગલી જેવી! પપ્પા ઢીંગલા જેવા! – પિનાકીન ત્રિવેદી

ભાઈબહેન – દેશળજી પરમાર

26/03/07

કેવડો લીલો ને લીલી લીમડી રે, લીલુડાં ભાઈ ને બહેનનાં હેત; દેવની દીધેલ ભાઈબહેન બેલડી રે. મોરલો સૂનો ને સૂની વાદળી રે, વિખૂટાં બેઉ ઝૂરે પરદેશ; દેવની…. મોગરો ડોલે ને ફરકે પાંદડી રે, ભાઈબહેન હઈયે રસ સંકેત; દેવની…. મેહુલો બોલે ને ઝબૂકે વીજળી રે, ભાઈબહેન ઝીલે અબોલ સંદેશ; દેવની… – દેશળજી પરમાર