સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for the ‘ગુજરાતી’ Category

અક્ષર-મૂકેશ વૈદ્ય

26/03/07

અક્ષર મને સાંધે મારા શૈશવ સાથે. પલકારામાં દિવસ વધીને વરસો થાય – એ વેગમાં અવિરત ચાલ્યા કરવાનું ઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું ને ઉઝરડાઓમાંથી વહી રહેલું અસ્તિત્વ મને દેખાય. દેખાય વહી જતો સમય ને હું હું ક્યાં હતો ? કાળી અંધારી ભોંય ઉપર આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો તો ઊઘડે રસ્તો કદાચ. -મૂકેશ વૈદ્ય […]

થાક્યો – ભગવતીકુમાર શર્મા

26/03/07

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો; હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો. ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક; અગોચર, અનાહત તમાશાથી થાક્યો. બુલેટોની ફૂટતી નથી ધણધણાટી; નિરંતર તકાતા તમંચાથી થાક્યો. ન છૂટી શકાતું, ન બંધાયલો છું; હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો. – ભગવતીકુમાર શર્મા સજાની હવે કેટલી રાહ જોવી ? દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો. ક્ષમા તો કરી દીધી […]

દાદા હો દીકરી – લોકગીત

26/03/07

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નવ દેજો રે સૈ. વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. દાદા… દિ’એ દળાવે મને, દિ’એ દળાવે, રાતડીએ કંતાવે રે સૈ, પાછલે તે પરોઢીએ પાણીડાં મોકલે રે…. દાદા… ઓશીકે ઈંઢોણી મારે, ઓશીકે ઈંઢોણી, પાંગતીએ સિંચણિયું રે સૈ, સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે…. દાદા…. ઘડો ન ડૂબે મારો, ઘડો […]

નાવિક વળતો બોલિયો

26/03/07

નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ; સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર; અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક: સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર; બે મળીને શું જમે […]

દાસ્તાન

26/03/07

લાગણીના વમળમાં હૃદય કોરાય છે. આંસુઓથી આંખના ખૂણા ભીંજાય છે. દિમાગમાં અહીંથી તહીં બધુ ખોવાય છે. રોજ નવીને નવી યાદો ઘડાય છે. સંબધોના સમીકરણમાં જીવન અટવાય છે. છતાં ક્યાંક કાંઈક ધોવાય છે. આ જ છે જિંદગીની દાસ્તાન તો પણ દિલ ક્યાંકને ક્યાંક જોડાય છે અને સંબંધોના નવા સમીકરણ બંધાય છે. -જાગૃતિ વાલાણી

બળાપો

26/03/07

તારા ચહેરાના રંગની ચરૂડી ઠારે છે પ્યાસ રૂડી કે જીવતર પ્યાસું…પ્યાસું…! તારા જુલ્ફોના રંગની કડાયું; તરલાપશીએ ગાયું કે જીવતર લૂખું…લૂખું…! તારા અમરતિયા વાયદાળુ હોઠે ખોવાઉં સ્વપ્ન પોઠે કે જીવતર ખારું…ખારું…! તારા હૈયાના ધક્ક…ધક્ક…સ્પર્શે પગરવનાં પાન તરસે કે જીવતર સૂનું…સૂનું…! – અગમ પાલનપુરી

દુનિયા અમારી

26/03/07

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ ! પણ કલરવની દુનિયા અમારી ! વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી ! કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત ! લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના વૈભવની દુનિયા અમારી ! ફૂલોના રંગો રિસાઈ ગયા, […]

રેતીમાં પગલાં – સંકલિત

26/03/07

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું. સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો. આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ […]

જીવનની સમી સાંજે…..

26/03/07

ખુશ્બુમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુનાં પણ નામ હતાં? થોડાક ખુલાસા કરવા’તા, થોડીક શિકાયત કરવી’તી ઓ મોત જરા રોકાઈ જતે, બે ચાર મને પણ કામ હતાં જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી બહુ ઓછાં પાનાં જોઈ શકયો, બહુ અંગત અંગત નામ હતાં જે પેલા ખૂણે બેઠા […]

હાઈકુ – સ્નેહરશ્મિ

26/03/07

(૧) કેડે દીકરો ભારો માથે, અમીની ચોગમ ધારા. (૨) નવવધૂએ દીપ હોલવ્યો:રાત રૂપની વેલ. (૩) વનની એક લ્હેરખી આવી:કોળ્યાં નગરે ફૂલ.