સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for the ‘ગઝલ’ Category

થાક્યો – ભગવતીકુમાર શર્મા

26/03/07

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો; હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો. ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક; અગોચર, અનાહત તમાશાથી થાક્યો. બુલેટોની ફૂટતી નથી ધણધણાટી; નિરંતર તકાતા તમંચાથી થાક્યો. ન છૂટી શકાતું, ન બંધાયલો છું; હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો. – ભગવતીકુમાર શર્મા સજાની હવે કેટલી રાહ જોવી ? દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો. ક્ષમા તો કરી દીધી […]

ગઝલ-સૈલ પાલનપુરી

26/03/07

કર્મનો ઉપહાર કર પ્યાર મળશે પ્યાર કર થઈ જશે અતૃપ્ત સૌ તું તને ચિકકાર કર બાગ થઈ ખીલું દિલે દર્પનો મલ્હાર કર મોત દેશે પારખાં જીવવા નિર્ધાર કર ”શૈલ છું” સાંખુ જખમ શિલ્પતાથી વાર કર – શૈલ પાલનપુરી

26/03/07

ઈશ્વરના મેં વાઘા જોયા, ત્યાં પણ દોરાધાગા જોયા.  પાર વગરનાં છટકાં જોયાં, જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં.  દેખાવે તો એક જ લાગે, એમાં દસદસ માથાં જોયાં! સગપણને શું રોવું મારે, વળગણમાં પણ વાંધા જોયા. ભીનું જેવું સંકેલાયું, ગંગાજળના ડાઘા જોયા! વિધવા સામે કંકુ કાઢે, અવતારી સૌ બાબા જોયા. – સુરેશ ઝવેરી

ઉમ્મીદવાર છે–હરીન્દ્ર દવે

26/03/07

વેરાન રાહ છે, ન કોઈ આવનાર છે, ઓ જિન્દગી, આ કોનો તને ઈંતેજાર છે ! ક્યાં નેત્ર મેં મીંચ્યાં ને હવે ક્યાં ખૂલી રહ્યાં, કેવા અજાણ મુલ્કમાં ઊગી સવાર છે ! કોની દુઆ હતી કે અસર આટલી થઈ, ડૂમો હતો હૃદયમાં હવે અશ્રુધાર છે ! એથી તો મૂકતો નથી નિ:શ્વાસ મારગે, હું તો નિરાશ છું […]

26/03/07

બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે, એ બાળક છે એન ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે. પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત, કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે. વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર, તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે. મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી […]

ગઝલ

26/03/07

પામીને પણ પામવાનું મન થતું; શબ્દ હોઠે લાવવાનું મન થતું. ઝાઝું આથમવું ને થોડું ઊગવું; બેસીને વિચારવાનું મન થતું. ભીંજવે અણસાર તારા, શ્વાસના. રાત આખી જાગવાનું મન થતું. ચાદરો ઇચ્છા તણી વાળ્યા કરું; ને પથારી, છોડવાનું મન થતું. પ્યારનાં મોજા સતત ઉછળ્યા કરે; તરસ પાછી માનવાનું મન થતું. જાણતા કે, ડાળ બટકણી છે છતાં; રોજ […]

યાદના છાંટા-આદિલ મનસૂરી

26/03/07

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ છલકે છે બેઉ […]

સામે કિનારે-મનહર મોદી

26/03/07

કહે છે, ઉનાળો તો આંસુઓ સારે ને કારણ પૂછું છું તો કપડાં નિતારે. તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં એ હમણાં બતાવું કે કાલે સવારે ? અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું કે પડછાયો મારો છે સામે કિનારે. ઘણી વાર એમ જ ગગનમાં જઉં છું મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે હવે ઊંઘ આવે તો દરિયાઓ […]

તારી ને મારી જ ચર્ચા

26/03/07

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી, તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી! આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ? તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી! આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં, એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી! કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું, આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી! આપણે […]

અટકળ બની ગઈ જિન્દગી

26/03/07

આ તરફ એની મુરાદો,મુજ ઇરાદો ઓ તરફ.. બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઇ જિન્દગી! હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં ફકત શ્વાસોશ્વાસની અટકળ બની ગઇ જિન્દગી! સ્મિતનું બહાનું શોધતું મારું રૂદન રઝળી પડ્યું, હાસ્યને રૂદનની ભૂતાવળ બની ગઇ જિન્દગી! વિશ્વમાં કો સાવકું સરનામું લઇ આવી ચડ્યો, કાળની અબજો અજીઠી પળ, બની ગઇ જિન્દગી! ફૂલને કાંટાની કુદરત […]