સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for the ‘કવિતા’ Category

અક્ષર-મૂકેશ વૈદ્ય

26/03/07

અક્ષર મને સાંધે મારા શૈશવ સાથે. પલકારામાં દિવસ વધીને વરસો થાય – એ વેગમાં અવિરત ચાલ્યા કરવાનું ઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું ને ઉઝરડાઓમાંથી વહી રહેલું અસ્તિત્વ મને દેખાય. દેખાય વહી જતો સમય ને હું હું ક્યાં હતો ? કાળી અંધારી ભોંય ઉપર આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો તો ઊઘડે રસ્તો કદાચ. -મૂકેશ વૈદ્ય […]

હરિનો કાગળ

26/03/07

હરિનો કાગળ આવ્યો આજ ! જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ ! હરિનો કાગળ આવ્યો આજ ! હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ? હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ? કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ ! હરિનો કાગળ આવ્યો આજ ! અક્ષર સાથે છેટું એ શું […]

જ્યાં લગની છે

26/03/07

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી. એ કેમ ઊછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે ? આ બેઠો છે ક્યાં બજવૈયો ? કૈં સૂર નથી, કૈં સાજ નથી. હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી, ઝબકારે એક જ જાણી છે […]

ક્યાં આરો ઓવારો હો જી

26/03/07

ક્યાં આરો ઓવારો હો જી ઉતારશું ક્યાં ભારો હો જી થોડી ઠોકર થોડાં ફૂલો સપનાનો અણસારો હો જી પહોંચી જાશો સામે પાળે સ્હેજ તમે જો ધારો હો જી આમ સાચવીને શું કરશું? જળ જેવો જન્મારો હો જી એ કેડીથી ગુમ થવાનું વારા ફરતી વારો હો જી -અઝીઝ ટંકારવી

ચૂકી છું

26/03/07

આંખનું દર્પણ બની એની સાથે રહી ચૂકી છું. જીવન અર્પણ કરી એની સાથે રહી ચૂકી છું. કાંટાળા પંથક પર ચાલી એનાથી દૂર થઈ ચૂકી છું. જીવનના અંત સુધી ચાલી એનાથી દૂર થઈ ચૂકી છું. – જાગૃતિ વાલાણી

26/03/07

તું જ્યારે મા કહીને બોલાવે છે મારામાં હું જીવી ઊઠું છું આખું  આકાશ એક જ પળમાં મારી હથેડીમાં સમાઈ જાય છે જ્યારે તને વિચારું છું તારા ઓરડાની બારીએથી દૂર દૂર સુધી મને શોધતી તારી આંખો અને તને પામું છું શું એ સમયે તારા માથા પર ફરતો મારો હાથ તને સ્પર્શે છે? કોઈ રાતે જ્યારે તને […]

સોનપરી

26/03/07

ઉડતી ઉડતી સોનપરી આવી ઊભી મુજ દ્વારે શ્વેત વાદળના ઢગલા જેવી કાયા એની દૂધમલ સૌને વાંકડીયા ઝૂલ્ફા ભૂરી ચમકતી આંખો મીઠું મીઠું મલકી રહ્યા ગુલાબ પાંદડીશા હોઠ ઝાંકળના ઝાંઝર પહેરીને રૂમઝૂમ કરતી આવી ફેલાવી બે હાથ મે તો ગાલે ચુંબન લીધા મેઘધનુષની પાંખો પહેરી ઊડી ગઈ એ આઘે પાછું વળીને જોઉં ત્યાં તો દીઠા મુજ […]

રામનાં બોર

26/03/07

મ્યુઝિયમમાં શબરીએ રામની માટે ચાખેલાં થોડાં બોર હતાં. નીચે તકતીમાં લખેલું: ‘શબરીએ ચાખેલાં બોર’. બોર ઉપર મેં વાંચ્યું: ‘મેઇડ ઇન ચાઇના’! – સુરેશ ઝવેરી

જ્યાં લગની છે

26/03/07

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી. એ કેમ ઊછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે ? આ બેઠો છે ક્યાં બજવૈયો ? કૈં સૂર નથી, કૈં સાજ નથી. હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી, ઝબકારે એક જ જાણી છે […]

અમૃતા પ્રીતમ

26/03/07

એક દર્દ હતું- જે સિગારેટની જેમ મેં ચૂપચાપ પીધું છે ફક્ત કેટલાંક ગીત છે- જે સિગારેટ પરથી મેં રાખની જેમ ખંખેર્યાં છે ! – અમૃતા પ્રીતમ