સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એન ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યં છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

– હિતેન આનંદપરા

Advertisements

2 Responses to “”

 1. બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
  એ બાળક છે એન ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
  વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
  તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે.
  તને પૂછ્યં છે તારું નામ, ખાલી નામ બોલી દે,
  તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
  ઘણી જ સરસ પંક્તિઓ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: