સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

ગઝલ

પામીને પણ પામવાનું મન થતું;
શબ્દ હોઠે લાવવાનું મન થતું.

ઝાઝું આથમવું ને થોડું ઊગવું;
બેસીને વિચારવાનું મન થતું.

ભીંજવે અણસાર તારા, શ્વાસના.
રાત આખી જાગવાનું મન થતું.

ચાદરો ઇચ્છા તણી વાળ્યા કરું;
ને પથારી, છોડવાનું મન થતું.

પ્યારનાં મોજા સતત ઉછળ્યા કરે;
તરસ પાછી માનવાનું મન થતું.

જાણતા કે, ડાળ બટકણી છે છતાં;
રોજ કેવું ઝૂલવાનું મન થતું.

છોડવાં મથતાં ય, બંધાતા જતાં;
કયાં પછી તરછોડવાનું મન થતું.
– ફિલીપ કલાર્ક

Advertisements

2 Responses to “ગઝલ”

  1. ચાદરો ઇચ્છા તણી વાળ્યા કરું;
    ને પથારી, છોડવાનું મન થતું.
    satyavachan


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: