સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

સાંજ પહેલાની સાંજ – વેણીભાઈ પુરોહિત

હજી આ કોકરવરણો તડકો છે,
સાંજ તો પડવા દો !
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે,
દિવસને ઢળવા દો !
….સાંજ તો પડવા દો !

હજી ક્યાં પંખી આવ્યાં તરુવર પર !
અને ક્યાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર
હજી ના મનડું બેઠું મહુવર પર
દેવમંદિરે નોબત સંગે
ઝાલર મધુર વગડવા દો !
….સાંજ તો પડવા દો ! દિવસને ઢળવા દો !

હજી ક્યાં દુનિયાદારી થાકી છે !
હવાની રૂખ બદલવી બાકી છે !
હજી આ કિરણોમાં કરડાકી છે,
ગમતીલી ગોરજને ઊંચે
અંગેઅંગ મરડવા દો !
….સાંજ તો પડવા દો !

હજી આ ધરતી લગરીક ઊની છે,
ગગનની મખમલ તારકસૂની છે,
સાંજ તો શોખીન અને સમજુની છે.
કનકકિરણને નભવાદળમાં
અદ્દભુત રંગ રગડવા દો !
….સાંજ તો પડવા દો ! દિવસને ઢળવા દો !

Advertisements

One Response to “સાંજ પહેલાની સાંજ – વેણીભાઈ પુરોહિત”

  1. ….સાંજ તો પડવા દો ! દિવસને ઢળવા દો
    Superb……cool….dear……keep it up


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: