સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

હસગુલ્લા…..સંકલિત

* નોકર : ‘સાહેબ ! હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.’
શેઠે એનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તમને મારા પર વિશ્વાસ તો છે નહિ, પછી અહીં રહેવાનો શો અર્થ છે ?’
‘કેમ એમ બોલે છે ? મારા ઘરની બધી જ ચાવીઓ – તિજોરી સુદ્ધાંની તો ટેબલ પર પડી રહે છે.’
‘પણ એમાંની એકેય ચાવીથી તિજોરી તો ખૂલતી જ નથી.’ નોકરે જવાબ આપ્યો.
* એક માણસે એની સાસુના ખાટલા પર સાપ જોયો. બારમાંથી આઠ મહિના સાથે રહેતી સાસુથી કંટાળેલા માણસે સાપને કહ્યું : ‘ભાઈ, જરા મારી સાસુને કરડતો જાને !’
સાપ : ‘ના પોસાય દોસ્ત… હું મારું રિચાર્જ એની પાસેથી જ તો કરાવું છું.’
* એક મોટી ફેકટરીના મૅનેજરે એક યુવકને સિગરેટ પીતાં પીતાં ફરતો જોયો. એણે તુરત એ યુવકને પોતાની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું : ‘તને કેટલો પગાર મળે છે ?’
‘ચાર સો રૂપિયા.’
‘આ રહ્યો તારો એક માસનો પગાર. તને છૂટો કરવામાં આવે છે.’
યુવક જેવો કૅબિનમાંથી બહાર ગયો કે તુરત તેમણે ત્યાં બેઠેલા એકાઉન્ટન્ટને પૂછ્યું : ‘આ યુવાન આપણે ત્યાં કેટલા વખતથી કામ કરી રહ્યો છે ?’
‘એ આપણે ત્યાં કામ કરતો નથી. એ તો પાર્સલ આપવા આવ્યો હતો !’
* એક પ્રવાસી રેલવેના ડબ્બામાં ચડ્યો અને પતરાની સૂટકેસ ઉપરની બર્થ ઉપર તેણે એવી રીતે મૂકી કે અરધો ભાગ બર્થની અંદર અને અરધો ભાગ બર્થની બહાર રહેતો હતો. એ બર્થની નીચે એક યુવતી બેઠી હતી. એણે ગભરાતાં ગભરાતાં કહ્યું : ‘જો આ સૂટકેસ મારી ઉપર પડશે તો ?’
‘તો કશો જ વાંધો નથી, બહેન, તૂટી જાય એવી એકેય વસ્તુ એમાં નથી.’
* બાબુ : ‘મારા કાકાની પાસે સાયકલથી માંડીને હવાઈ જહાજ સુધી બધું જ છે.’
કનુ : ‘તારા કાકા શેનો વેપાર કરે છે ?’
બાબુ : ‘તેમની રમકડાંની દુકાન છે.’
* ફ્રી લંચ, ફ્રી રેસ્ટ, ફ્રી સ્ટે, ફ્રી સિક્યોરીટી…. સાથ મેં સંજયદત્ત કે સાથ રોજ ડિનર…. રસ છે ?
તો 100 નંબર ડાયલ કરીને કહો કે બોમ્બે બ્લાસ્ટમાં તમારો હાથ હતો !
* બંટાસિંહનાં બેઉ ટાબરિયાંએ પરીક્ષામાં બાપનું નામ જુદું લખ્યું. શિક્ષકે કાન પકડીને કારણ પૂછ્યું : ‘કેમ અલ્યા ? આવું કેમ ?’
છોટે બંટા : ‘ફિર તૂસી બોલતે હો કી કોપી કરતે હો….ઈસલિયે.’
* પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં પતિની આંખમાં અચાનક આંસુ જોઈ પત્નીએ કારણ પૂછ્યું
પતિ : ‘તને ખબર છે આજથી પચાસ વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો’તો ત્યારે તારા પપ્પાએ મને પકડી લીધો અને ધમકી આપી કે તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો તને જેલભેગો કરીશ !’
પત્ની : ‘એમાં રડવાનું શું ?’
પતિ : ‘ના, હું કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.’
* એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.
પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય.
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?
* વીજળીઘરની બહાર બોર્ડ લટકતું હતું. તેમાં લખ્યું હતું : ‘આ થાંભલાને અડનારનું મૃત્યુ નિશ્ચિત છે. જો કોઈ તેને અડકશે તો કાયદા મુજબ તેની પર કામ ચલાવવામાં આવશે.’
* પુત્ર : ‘પિતાજી, કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય ?’
પિતા : ‘વિશ્વાસઘાત.’
પુત્ર : ‘અને સામા પક્ષમાંથી કોઈ આપણા પક્ષમાં જોડાય તો ?’
પિતા : ‘દીકરા ! એને હૃદયપરિવર્તન કહેવાય, સમજ્યો ?’
* પત્ની ; તમે જ્યારે મારો ઘુઘટ ઉઠાવ્યો ત્યારે હું કેવી લાગતી હતી
પતિ; હું તો તે સમયે મરી જ જાત જો તે સમયે મને હનુમાન ચાલીસા યાદ ના હોત

Advertisements

2 Responses to “હસગુલ્લા…..સંકલિત”

  1. સરસ સંચય મજા આવી

  2. ખરેખર, મોજ આવી ગઇ હોં…. !
    ખુબ જ સરસ સાઇટ છે.
    શુભેચ્‍છાઓ.

    – અશ્વિન જાટીયા, ગાંધીનગર. (આહીર યુવા ફોરમ)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: