સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

હોય છે….

લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે
આગ જે ચાંપીને બેઠા હોય છે

છાંય ક્યાં મળશે ? અહીં સ્નેહીજનો
વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે

સત્ય બાબત કોણ સાંભળશે તને !
સત્ય જે સ્થાપીને બેઠા હોય છે

આપવા બીજું ન’તું કોઈ કને
દુ:ખ પણ આપીને બેઠા હોય છે

તું જ નિર્ણય લે, જવું છે કઈ તરફ ?
માર્ગ આ વ્યાપીને બેઠા હોય છે

તે પછી ચિન્તા રહે ના એક પણ
જે કબર માપીને બેઠા હોય છે

– મનોહર ત્રિવેદી

2 Responses to “હોય છે….”

  1. લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે
    આગ જે ચાંપીને બેઠા હોય છે

    છાંય ક્યાં મળશે ? અહીં સ્નેહીજનો
    વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે
    વાહ નહી પણ આહ નીકળે એવી પંક્તી
    બહુજ સરસ

  2. છાંય ક્યાં મળશે ? અહીં સ્નેહીજનો
    વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે
    – સુંદર શેર…


Leave a comment