સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

રૂમાલ મારો લેતા જજો-લોકગીત

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,
રૂમાલ મારો લેતા જજો, કે દલ દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,
એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,
મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જજો !

ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો,
તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો !

નાવણ આલીશ કુંડિયું, એ રૂમાલ મારો લેતા જજો,
બિલણિયા તળાવ જાઈશું, રૂમાલ મારો લેતા જજો !
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

4 Responses to “રૂમાલ મારો લેતા જજો-લોકગીત”

  1. saras…
    Searching the audio file of this song for my blog 🙂
    Keep it up!

  2. વારંવાર સાંભળવું ગમે એવું ગીત.


Leave a comment