સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

વૃક્ષની ડાળેથી ટહુકો ગયો..

ગૂફતગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.

સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો;
રાતરાણી ગીત સાંભળતી રહી.

વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા;
પાનખરની પાંખ સળવળતી રહી.

ઊંટનાં પગલામાં હું બેસી રહ્યો;
જીભ એ મૃગજળની ટળવળતી રહી.

હાથમાં અવસરતણું દર્પણ હતું;
ને નજર વેરાનમાં ઢળતી રહી.

હું કોઈ સંબંધનું આકાશ છું;
શબ્દની રેખાઓ ઓગળતી રહી.

– મનહરલાલ ચોકસી

Advertisements

3 Responses to “વૃક્ષની ડાળેથી ટહુકો ગયો..”

  1. હાથમાં અવસરતણું દર્પણ હતું;
    ને નજર વેરાનમાં ઢળતી રહી.

  2. સુંદર રચના…

    મનહરલાલ ચોક્સીના તાજા જ પ્રગટ થયેલ પ્રતિનિધિ ગઝલ સંગ્રહ “ક્યાં ક્યાંથી મળી છે ગઝલો…”ના પ્રતિનિધિ શેર અહીં માણી શકો છો:

    http://layastaro.com/?p=1154

  3. આખી ગઝલમાં જે સરળતા છે તેની જ મઝા છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: