સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

મને કહોને-પ્રીતમલાલ મઝમુદાર

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
ક્યાં રહેતા હશે, શું કરતા હશે ?

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,
તારાને ગૂંથનારા કેવા હશે ? … મને કહોને

આંબાની ઊંચી ડાળે ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે ? … મને કહોને

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે ? … મને કહોને

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,
ધૂ ધૂ ગજાવનાર કેવા હશે ? … મને કહોને

મનેય મારી માડીને ખોળે,
હોંસે હુલાવનાર કેવા હશે ? … મને કહોને

– પ્રીતમલાલ મઝમુદાર

4 Responses to “મને કહોને-પ્રીતમલાલ મઝમુદાર”

  1. ઘણા સમય પછી આ કવિતા ફરી વાંચી… આનંદ થયો… બ્લૉગજગતનો આ જ ફાયદો છે… એકથી એક ચડિયાતા રત્નો એક પછી એક મળતા જ રહે છે…

  2. very very good
    we are singing in my school,I’m studying 5th STD in swatiks school
    Thank you


Leave a reply to ashok જવાબ રદ કરો