સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

રે પંખીડા! સુખથી ચણજો

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું;
ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં;
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.
રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી;
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે, ક્રુર કો હસ્તનો હા!
પાણો ફેકેં તમ તરફ રે! ખેલ એ તો જનોના.
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ભાન ભૂલી;
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી.

– કલાપી

Advertisements

2 Responses to “રે પંખીડા! સુખથી ચણજો”

  1. આ કવિતા પાછી ઘણા વખતે વાંચી મઝા પડી ગઈ.

  2. રે પંખીડા! આરામથી ચણજો, ટેન્શન ના લેજો કાંઈ;


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: