સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

જૂનું ઘર ખાલી કરતાં

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસું:
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટયાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જયાંથી તે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ! ના કશુંય ભૂલિયા, એક ભૂલ્યાં મને કે?
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા!

બાલમુકુન્દ દવે

Advertisements

3 Responses to “જૂનું ઘર ખાલી કરતાં”

 1. આ કવિતા મને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં હતી.. ધોરણ કદાચ ૯ કે ૧૦ હશે.. ચોક્કસ યાદ નથી…

  ઘણી જ સેન્સીટીવ વાત કરી છે … સુંદર કાવ્ય..

 2. બા-બાપુ! ના કશુંય ભૂલિયા, એક ભૂલ્યાં મને કે?
  ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા!
  ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા!

  THIS BRINGS BACK PAST.
  SCHOOL DAYS…………….
  AND TEARS.
  LEAVING BEHIND IS PAINFULL.

 3. This recall my Morbi days…. 40 years back! What a tearful expression!!!….. Everything lost in Morbi, Mumbai and Muscat. People, Friends, Things and…..what not???


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: