સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

કૃષ્ણ – રાધા… પ્રિયકાંત મણિયાર

Radhakrishna

આ નભ ઝૂકયું તે કાનજી,
ને ચાંદની તે રાધા રે.
આ સરવરજલ તે કાનજી,
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી,
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત-શિખર કાનજી,
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી,
પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી,
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી,
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી,
ને નજરું જુએ તે રાધા રે!

– પ્રિયકાંત મણિયાર

Advertisements

One Response to “કૃષ્ણ – રાધા… પ્રિયકાંત મણિયાર”

  1. આજે જ તમારો બ્લોગ જોયો.. ખૂબ જ સુંદર છે. પ્રિયકાંત મણીયારની આ રચના મારા બ્લોગ પર અહીં સાંભળી શકશો.

    http://rankaar.com/?p=57


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: