સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

ગઝલ – શયદા

જનારી રાત્રિ, જતાં કહેજે : સ્લૂણી એવી સવાર આવે
કળીકળીમાં સુવાસ મહેકે ફૂલોફૂલોમાં બહાર આવે
હ્રદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે
તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે
વ્યથાને શું હું વિદાય આપું ? વિરામના શું કરું વિચારો ?
કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે, વિચાર આવે
તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે
હ્રદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે

-શયદા

Advertisements

One Response to “ગઝલ – શયદા”

  1. […] પ્રેમ Twitter / Vinay Khatri: જનારી રાત્રિ જતાં સ્પંદનના ઝરણાં…… મીતિક્ષા.કોમ This entry was posted in […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: