સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

ગઝલ – ભગવતીકુમાર શર્મા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.

કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી;
આ લોહી છે કે બર્ફ? – જે આવેશમાં નથી.

હું શબ્દમાં જીવું છું, ફકત શ્લેષમાં નથી;
જો કે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.

ભણકાતા મારા મૃત્યુની ચિંતા નહીં કરો;
મૂળથી જ જીવવાની હું ઝૂંબેશમાં નથી.

કિંચિત્ હતી, કયારેક છે ને શૂન્ય પણ થશે;
મારી તરલ હયાતી જે હંમેશમાં નથી.

બે શબ્દ પ્રાર્થનાના કહી ચૂપ થઈ ગયો,
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.

– ભગવતી કુમાર શર્મા

Advertisements

No Responses to “ગઝલ – ભગવતીકુમાર શર્મા”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: