સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

ગઝલ – અમૃત ઘાયલ

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર

આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર
કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર

કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર
એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર

એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર

આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર

– અમૃત ઘાયલ

Advertisements

One Response to “ગઝલ – અમૃત ઘાયલ”

  1. ઘાયલ સાહેબની ગઝલો અવનવી શૈલી અને નવીનતમ શબ્દપ્ર્યોગોને લીધે હંમેશા માટે એવી લાગે કે જાણે પહેલી વાર જ વાંચીયે છીયે ભલે ને પછી કેટલીયે વાર વાંચી હોય.ઘણુ સરસ, બસ આમજ તમારા બ્લોગમા આવી કવીતાઓ લખતા રહો. કલાપી તથા દલપતરામ અને ન્હાનાલાલની કવીતાઓને પણ સ્માવેશ કરશોતો અતી આનંદ થશે.

    I am not wordpress user reach me @
    http://hirenspage.blogspot.com/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: