સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

ગઝલ – મનોજ ખંડેરિયા

ફૂલે ફાલે ઘેઘૂર મનમાં બળાપો

યુગોથી ઊભાં તોય ખૂલે ન ઝાંપો

અચાનક સમયની સઘન ઝાડીમાંથી

આ સમજણ ઉપર કોણ મારે છે છાપો

કરે છે પ્રયત્નો મૂઠી વાળવા એ

અહીં ભીંત પર છે જે કંકુનો થાપો

હવે સાંધશે કોણ એને ચીવટથી

આ સંબધને વસ્ત્ર આવ્યો છે ખાંપો

અહીં આ અવાજોના ધસમસ પ્રવાહે

જશે આપણા શબ્દનો કયાં તરાપો

  • મનોજ ખંડેરિયા

Advertisements

One Response to “ગઝલ – મનોજ ખંડેરિયા”

  1. ખુબ ખુબ ધન્યવાદ તમને આવી સુંદર રચનાઓને તમારા બ્લોગમા લખવાની અતુલ્ય મહેનત પાછળ.આપના બ્લોગમા “ઘાયલ” સાહેબની ગઝલોને સ્થાન આપશોતો અતી આનંદ થશે.

    http://hirenspage.blogspot.com/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: