સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

ગઝલ – બરકત વીરાણી ‘બેફામ’

તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને,
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવાં લઈને
.

ગમી પણ જાય છે ચહેરા કોઈ, તો એમ લાગે છે
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જૂજવાં લઈને
.

તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,
નહીં તો હું નીકળી જાત રણથી ઝાંઝવા લઈને
.

સફરના તાપમાં માથા ઉપર એનો જ છાંયો છે,
હું નીકળ્યો છું નજરમાં મારા ઘરનાં નેજવાં લઈને
.

બધાનાં બંધ ઘરનાં દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલાં ટેરવાં લઈને
.

કરું છું વ્યકત એ માટે જ એને ગાઈ ગાઈને,
ગળે આવી ગયો છું હું અનુભવ અવનવા લઈને
.

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું,
મને ના તોળશો લોકો
, તમારાં ત્રાજવાં લઈને.

સુખીજનની પડે દષ્ટિ તો એ ઈર્ષા કરે મારી,
હું આવ્યો છું ઘણાં એવાં દુ
:ખો પણ આગવાં લઈને.

ફકત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને
.

  • બરકત વીરાણી બેફામ

Advertisements

One Response to “ગઝલ – બરકત વીરાણી ‘બેફામ’”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: